For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભીમા કોરેગાંવ હિંસાઃ સુપ્રીમમાં આકરી દલીલ, ASGએ કહ્યું દરેક મામલો સુપ્રીમમાં કેમ?

ભીમા કોરેગાંવ હિંસાઃ સુપ્રીમમાં આકરી દલીલ, ASGએ કહ્યું દરેક મામલો સુપ્રીમમાં કેમ?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભીમા કોરેગાંવ હિંસા મામલે પાંચ વામપંથી વિચારકોની ધરપકડ મામલે સુપ્રીમમાં સુનાવણી થઈ. બંને પક્ષ તરફથી અદાલતમાં દલીલો રજૂ કરવામાં આવી. કેન્દ્ર સરકાર તરફથી વરિષ્ઠ વકીલ મનિંદર સિંહે અરજદારના સીધા સુપ્રીમ કોર્ટે પહોંચવા પર વાંધો ઉઠાવતા કહ્યું કે તેમની પાસે હાઈકોર્ટ કે નીચલી કોર્ટમાં જવાનો વિકલ્પ પણ હતો, તો આ મામલાને સીધો સુપ્રીમ કોર્ટમાં કેમ લાવવામાં આવ્યો?

આગામી સુનાવણી 19મી સપ્ટેમ્બરે

આગામી સુનાવણી 19મી સપ્ટેમ્બરે

ASG મનિંદર સિંહે કહ્યું કે નક્સલવાદની સમસ્યા ગંભીર છે અને આવા પ્રકારની અરજીઓને પણ સાંભળવામાં આવશે તો ફરી એક ખતરનાક પ્રિન્સિપલ સેટ થશે. ત્યારે અરજદાર તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંધવીએ એસઆઈટી દ્વારા આ મામલાની તપાસ કરવાની માગણી કરી. જેના પર કોર્ટે કહ્યું કે જો SIT તપાસની વાત હોય તો તમારી અરજીઓ પર સંશોધન કરીને અદાલતમાં દાખલ કરો.

દેશની શાંતિ માટે ખતરોઃ મહારાષ્ટ્ર સરકાર

દેશની શાંતિ માટે ખતરોઃ મહારાષ્ટ્ર સરકાર

સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકાર તરફથી વકીલ તુષાર મેહતાએ રોમિલા થાપરની અરજીનો વિરોધ કર્યો અને કહ્યું કે જેમણે આ અરજી દાખલ કરી છે એમને આ કેસથી કોઈ લેવા-દેવા નથી. તુષાર મહેતાએ કહ્યું કે આરોપીઓ પાસે કેટલાંય એવાં દસ્તાવેજો મળી આવ્યા છે જે ખોટાં છે, આ લોકો દેશની શાંતિ માટે ખતરા સમાન છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે 19મી સપ્ટેમ્બરે આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે પાંચેય વામપંથી વિચારકોએ વધુ બે દિવસ હાઉસ અરેસ્ટ રહેવું પડશે.

SIT તપાસની માગણી

SIT તપાસની માગણી

આ મામલે સીજેઆઈ દીપક મિશ્રાએ કહ્યું કે અમે કોઈ અતિવાદી પ્રચાર સાથે નથી, પરંતુ એ જોવું પડશે કે મામલો CRPC અંતર્ગત કે પછી સંવિધાનના અનુચ્છેદ 31 સાથે જોડાયેલો છે કે નહિ. અભિષેક મનુ સિંધવીએ કોર્ટ સમક્ષ કહ્યું કે યલગાર પરિષદની સભા દરમિયાન કોઈપણ આરોપી હાજર નહોતો અને FIRમાં એમનું નામ પણ નહોતું. કેન્દ્ર સરકાર આ મામલે અદાલત સમક્ષ કેસ ડાયરી અને અન્ય સબુત રજૂ કરવા માંગે છે માટે આગલી સુનાવણી સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પણ વાંચો-તેજસ્વીએ મોદીને માર્યું મેણું, 2 કરોડ લોકો પકોડા તળશે તો ખાશે કોણ?

English summary
bhima koregaon raid case, we entertained the case on the foundations of liberty says sc
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X