For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક પછી એક માનવાધિકાર કાર્યકર્તાઓને નજરબંધ કરવાનો સિલસિલો ચાલુ

ભીમા કોરેગાંવ હિંસા બાદ જે રીતે એક પછી એક દેશના અલગ અલગ ભાગોમાં કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી તે બાદ તેમને સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર ઘરમાં જ નજરકેદ કરવામાં આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભીમા કોરેગાંવ હિંસા બાદ જે રીતે એક પછી એક દેશના અલગ અલગ ભાગોમાં કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી તે બાદ તેમને સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર ઘરમાં જ નજરકેદ કરવામાં આવી રહ્યા છે. સુપ્રિમ કોર્ટે આ મામલે સુનાવણી કરતા આ લોકોને મોટી રાહત આપી હતી. કોર્ટે આ લોકોની ધરપકડ પર સવાલ ઉભો કરતા કહ્યુ હતુ કે આખરે આ મામલે નવ મહિના બાદ ધરપકડ કેમ કરવામાં આવી રહી છે. કોર્ટે નિર્દેશ આપ્યા કે આ લોકોની ધરપકડ કરવાના બદલે આગામી સુનાવણી સુધી તેમને તેમના ઘરમાં જ નજરકેદ કરવામાં આવે. ત્યારબાદ પોલિસે તમામ કાર્યકર્તાઓને એક પછી એક તેમના ઘરમાં જ નજરબંધ કરવાનું શરૂ કરી દીધુ છે.

મને કાયદા પર ભરોસો

મને કાયદા પર ભરોસો

બુધવારે રાતે પોલિસે પૂણેથી કાર્યકર્તા અરુણ પરેરા, વરનાન ગોંઝાલવિસને મુંબઈ અને થાણે સ્થિત તેમના ઘરમાં નજરકેદ કર્યા છે. વળી આજે હૈદરાબાદમાં પોલિસે કાર્યકર્તા વરવરા રાવને પણ તેમના ઘરમાં નજરકેદ કરી લીધા છે. ઘરમાં કેદ કરાયા બાદ વરવરા રાવે કહ્યુ કે હું પહેલેથી જ કહી રહ્યો છુ કે ખોટા નિવેદન પર મારી સામે કેસ ફાઈલ કરવામાં આવ્યો છે, મને કાયદા પર પૂરો વિશ્વાસ છે.

આ પણ વાંચોઃભીમા કોરેગાંવ હિંસાઃ વરવરા રાવની પુત્રીને પૂછાયા જાતિસૂચક સવાલોઆ પણ વાંચોઃભીમા કોરેગાંવ હિંસાઃ વરવરા રાવની પુત્રીને પૂછાયા જાતિસૂચક સવાલો

કોર્ટે કરી હતી આ ટિપ્પણી

આ તમામ લોકોને સુપ્રિમ કોર્ટના આદેશ બાદ તેમના ઘરોમાં નજરકેદ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે સુપ્રિમ કોર્ટે બુધવારે આ મામલે ઘણી આકરી ટીકાઓ કરી. દેશની સૌથી મોટી કોર્ટે કહ્યુ, ‘વિરોધ લોકતંત્રનો સેફ્ટી વાલ્વ છે. જો સેફ્ટી વાલ્વને કામ કરવાથી રોકવામાં આવે તો પ્રેશર કૂકર ફાટી જશે.'

પાંચ લોકો નજરકેદ

ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી સુપ્રિમ કોર્ટની પાંચ સભ્યોની ખંડપીઠે મહારાષ્ટ્ર સરકારને ધરપકડને પડકારતી અરજીનો જવાબ આપવા માટે કહ્યુ છે. સુપ્રિમ કોર્ટ આ મામલાની આગામી સુનાવણી 6 સપ્ટેમ્બરે કરશે. ત્યાં સુધી ગૌતમ નવલખા, વરવરા રાવ, સુધા ભારદ્વાજ, અરુણ ફરેરા અને વરનોન ગોંજાલવિસને તેમના ઘરમાં જ નજરકેદ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ઘણા લોકોની થઈ હતી ધરપકડ

ઘણા લોકોની થઈ હતી ધરપકડ

ભીમા કોરેગાંવ હિંસા મામલે કરવામાં આવેલી ધરપકડ સામે ઈતિહાસકાર રોમિલા થાપર, દેવકી જૈન, અર્થસાસ્ત્રી પ્રભાત પટનાયક, સતીષ દેશપાંડેએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીકર્તા તરફથી સુપ્રિમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી, દુષ્યંત દવે, રાજૂ રામચંદ્રન, પ્રશાંત ભૂષણમ અને વૃંદા ગ્રોવરે પક્ષ રાખ્યો જ્યારે મહારાષ્ટ્ર સરકારનો પક્ષ એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રાખ્યો.

આ પણ વાંચોઃડાબેરીઓની ધરપકડ પર અરુંધતિ રોયઃ ‘દેશમાં કટોકટીની ઘોષણા થવાની છે'આ પણ વાંચોઃડાબેરીઓની ધરપકડ પર અરુંધતિ રોયઃ ‘દેશમાં કટોકટીની ઘોષણા થવાની છે'

English summary
Bhima Koregaon Violence: one after another human right workers sent to house arrest. Varvara Rao sent to house arrest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X