સંઘને ગાંધીનો હત્યારો ગણાવી ફસાયા રાહુલ ગાંધી
ઠાણે, 12 જુલાઇઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને મહાત્મા ગાંધીનો હત્યારો ગણાવવું કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મોંઘુ પડ્યું છે. સંઘની યાચિકા પર ભિંવડી જિલ્લા અદાલતે રાહુલ વિરુદ્ધ સમન્સ જારી કર્યું છે.

શું છે મામલો?
લોકસભા ચૂંટણી દરમિયાન ભિવંડીમાં આયોજીત એક રેલીમાં રાહુલે કહ્યં હતું, ‘મહાત્મા ગાંધીની હત્યા કોણે કરી? સંઘના લોકોએ કરી. સંઘની વિચારધારાએ જ મહાત્મા ગાંધીના હત્યારાને ઉશ્કેર્યા હતા. આજે આ જ લોકો(ભાજપ) તેમની(ગાંધીજી) વાત કરે છે. સરદાર પટેલ કોંગ્રેસ નેતા હતા. તેમણે આરએસએસ અંગે સ્પષ્ટ લખ્યું છે અને તેઓ કહે છેકે સરદાર પટેલ તેમના નેતા હતા.'
આ અંગે સંઘે તીખી પ્રતિક્રિયા આપી હતી અને ફરી સંઘની ભિંવડી શાખાના સચિવ રાજેક કુંટેએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ ઠોક્યો છે.
શુક્રવારે મામલાની સુનાવણી દરમિયાન અદાલતે રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સ જારી કર્યું અને તેમને 7 ઓક્ટોબરે કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ સંબંધમાં ચૂંટણી પંચમાં પહેલાં જ એક ફરિયાદ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
