For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગણામાં કેસીઆર વિરુદ્ધ કોંગ્રેસ, TDP અને CPIનું મહાગઠબંધન

તંલગણાની ત્રણ મુખ્ય વિપક્ષી પાર્ટીએ કેસીઆર વિરુદ્ધ મહાગઠબંધ બનાવવાનું એલાન કર્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ તેલંગણામાં જેવી રીતે કેસીઆર વિધાનસભાને સમય પહેલા ભંગ કરી દીધી અને સમય પહેલા ચૂંટણીની વાત કરી રહ્યા હતા, આ દરમિયાન વિપક્ષી દળો પણ મોટી ગેમ રમી ગયા. પ્રદેશની ત્રણ મુખ્ય વિપક્ષી પાર્ટીએ કેસીઆર વિરુદ્ધ મહાગઠબંધ બનાવવાનું એલાન કર્યું છે, જેમાં કોંગ્રેસ, ટીડીપી અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા સામેલ છે. ત્રણેય દળોએ એકસાથે મળીને કેસીઆર વિરુદ્ધ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે, એવામાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કેસીઆરની પાર્ટી ટીઆરએસની મુશ્કેલીઓ વધી શકે છે.

રાષ્ટ્રપતિ શાસનની માગણી

રાષ્ટ્રપતિ શાસનની માગણી

આ તમામ પાર્ટીઓએ સાથે મળીને તેલંગણામાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાની માગણી કરી છે. વિપક્ષનું કહેવું છે કે જ્યાર સુધી પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનો સમય ન આવે ત્યા સુધી અહીં રાષ્ટ્રપતિ શાસન લગાવવું જોઈએ. આ બાબતે ટીડીપી, કોંગ્રેસ, તેલંગણા જન સમિતિ અને સીપીઆઈના નેતાઓએ રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હન સાથે મુલાકાત કરી અને પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણી કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુજબ આ મહાગઠબંધન આગામી 2019ની લોકસભા ચૂંટણીનો રસ્તો નક્કી કરશે અને અમે એકસાથે મળીને લોકસભા ચૂંટણીમાં પણ મેદાનમાં ઉતરશું.

તમામ વર્ગો પાસેથી સમર્થનની અપીલ

તમામ વર્ગો પાસેથી સમર્થનની અપીલ

માનવામાં આવી રહ્યું છે કે આ મહાગઠબંધન પ્રદેશમાં તમામ સંગઠનો, કર્મચારીઓ, બેરોજગારો અને મહિલાઓના સગઠનો પાસેથી પણ સમર્થનની માગણી કરશે, જેનાથી સત્તા હાંસલ કરી શકે. કોંગ્રેસના આરસી ખુંટીનું કહેવું છે કે આ હજુ પ્રાથમિક તબક્કામાં છે, હજુ સીટોની વહેંચણી પર અમે વાત નથી કરી, પરંતુ એક મોટા ગઠબંધન તરફ આગળ વધવાનો ફેસલો લીધો છે, જેમાં ટીડીપી પણ સામેલ છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં કેસીઆરની મુશ્કેલીઓ વધી શકે છે અને વહેલી ચૂંટણી કરાવવાનો કેસીઆરનો દાવ ઉલટો તેમની પાર્ટીને જ ભારે પડી શકે છે.

35 વર્ષમાં પહેલી વખત કોંગ્રેસની સાથે

35 વર્ષમાં પહેલી વખત કોંગ્રેસની સાથે

પહેરી વાર આવું બનવા જઈ રહ્યું છે જ્યારે ટીડીપીએ કોંગ્રેસની સાથે હાથ મિલાવ્યા હોય. ખુંટીનું કહેવું છે કે કોંગ્રેસમાં ટીડીપી વિરુદ્ધ કોઈપણ પ્રકારની દુર્ભાવના નથી. જણાવી દઈએ કે 6 સપ્ટેમ્બરે રાજ્યપાલે વિધાનસભા ભંગ કરવાનો મુખ્યમંત્રીની ભલામણ સ્વીકારી લીધી હતી. મુખ્યમંત્રી કેસીઆરે પોતાના પદની સાથે તમામ કેબિનેટ મંત્રીઓનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું હતું. જે બાદ તેઓ રાજ્યના કેર ટેકર તરીકે મુખ્યમંત્રીનું પદ સંભાળી રહ્યા છે. આ પણ વાંચો-શ્રી રેડ્ડીનો વધુ એક પબ્લિસિટી સ્ટંટ, સચિન તેંડુલકર નિશાને

English summary
Big alliance of Congress TDP CPI in Telangana against KCR TRS.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X