કમલેશ તિવારી હત્યાકાંડમાં ગુજરાત એટીએસનો મોટો ખુલાસો
પૂર્વ હિંદુવાદી નેતા કમલેશ તિવારીની લખનઉના નાકા હિંડોલા વિસ્તારમાં ધોળે દિવસે હત્યા કરી દેવામાં આવી હતી. તેમની હત્યા બાદ સતત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વિશે સવાલ ઉઠવવામાં આવી રહ્યા છે.
પૂર્વ હિંદુવાદી નેતા કમલેશ તિવારીની લખનઉના નાકા હિંડોલા વિસ્તારમાં ધોળે દિવસે હત્યા કરી દેવામાં આવી હતી. તેમની હત્યા બાદ સતત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વિશે સવાલ ઉઠવવામાં આવી રહ્યા છે. આ કેસની તપાસ કરી રહેલ ગુજરાત એટીએસની ટીમને મોટો સુરાગ હાથ લાગ્યો છે. માહિતી અનુસાર આ હત્યામાં શામેલ એક મહત્વના આરોપી કમલેશ તિવારીનો સંપર્ક કરવા માટે સોશિયલ મીડિયા પર નકલી આઈડી બનાવ્યુ હતુ જેના માધ્યમથી તેણે કમલેશ તિવારીનો સંપર્ક સાધ્યો હતો. આરોપીએ આ આઈડી કમલેશ તિવારી સાથે સોશિયલ મીડિયા પર દોસ્તી કરવા માટે બનાવી હતી.

હત્યાના દિવસે મળવાના હતા સ્થાનિક નેતા
જેમિન બાપૂએ ગુજરાતના એટીએસને જણાયુ કે એક વ્યક્તિ જેનુ નામ અશફાક હતુ તેણે ફેસબુક પર નકલી આઈડી રોહિત સોલંકીના નામથી આ વર્ષના જૂન મહિનામાં બનાવી હતી. કમલેશ તિવારી રોહિતને 18 ઓક્ટોબરના રોજ મળવાના પણ હતા જે દિવસે તેમની હત્યા થઈ હતી. આ પહેલા યુપીના ડીજીબી ઓપી સિંહે કહ્યુ હતુ કે આરોપી તિવારીને પહેલેથી જ જાણતો હતો કારણકે કમલેશ તિવારીની હત્યા પહેલા મિઠાઈ આપવાના બહાને તેમની સાથે 30 મિનિટ સુધી મુલાકાત કરી હતી.

ડીજીબીએ કર્યો હતો દાવો
ડીજીબીએ કહ્યુ હતુ કે કમલેશ તિવારીની હત્યાને બે લોકોએ અંજામ આપ્યો હતો. આ કેસમાં ગુજરાત પોલિસે મૌલાના મોહસિન શેખ, ખુરશીદ અહમદ પઠાણ અને ફૈઝાનની ધરપકડ કરી હતી. બાદમાં તેમને અમદાવાદ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા જ્યાંથી કોર્ટે તેમને 72 કલાકના ટ્રાંઝિટ રિમાન્ડ મોકલી દીધા હતા. તમને જણાવી દઈએ કે કમલેશ તિવારીને પહેલા ચાકુ મારવામાં આવ્યુ અને પછી તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ત્યાંથી ભાગવામાં સફળ થયા.

વિવાદિત નિવેદન
તમને જણાવી દઈએ કે કમલેશ તિવારી પૂર્વ હિંદુ મહાસભાના નેતા હતા. તેમની હત્યાની તપાસ યુપી પોલિસની એસઆઈટી ટીમ કરી રહી છે. પોલિસ અનુસાર આરોપીઓએ કમલેશ તિવારીની હત્યા તેમના વિવાદિત નિવેદનના કારણે કરી છે કે જે તેમણે વર્ષ 2015માં આપ્યુ હતુ. વળી હત્યા બાદ કમલેશ તિવારીના પરિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની રવિવારે તેમના ઘરે મુલાકાત કરી હતી.












Click it and Unblock the Notifications
