For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લંડનમાં જપ્ત થશે વિજય માલ્યાની સંપત્તિ, ઓફિસરોને તપાસનો અધિકાર

યુકે હાઈ કોર્ટે ભારતની 13 બેંકોના પક્ષના ચૂકાદો આપીને તેમને પરવાનગી આપી છે કે તે માલ્યાની સંપત્તિ પર પ્રવેશ કરી શકે છે અને તેની સંપત્તિને જપ્ત કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

ભારતની ઘણી બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર ભાગેડુ વિજય માલ્યાને મોટો ઝટકો લાગ્યો છે. યુકે હાઈ કોર્ટે ભારતની 13 બેંકોના પક્ષના ચૂકાદો આપીને તેમને પરવાનગી આપી છે કે તે માલ્યાની સંપત્તિ પર પ્રવેશ કરી શકે છે અને તેની સંપત્તિને જપ્ત કરી શકે છે. તમને જણાવી દઈએ કે વિજય માલ્યા ઘણા સમયથી પોતાની દોસ્ત પિંકી લાલવણીના ઘરે રહે છે જે તેવિન વિસ્તારમાં છે.

mallya

યુકેની હાઈકોર્ટે આ ચૂકાદો ત્યારે સંભળાવ્યો જ્યારે તે બેંગલુરુ ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલમાં રજિસ્ટ્રેશનનો પોતાનો કેસ કોર્ટમાં હારી ગયા. ડીઆરટીનું કહેવુ હતુ કે માલ્યાની ઉપર 6203 કરોડ રૂપિયા ઉપરાંત 9863 કરોડ રૂપિયા સુધીના વ્યાજનું દેવુ છે. ત્યારબાદ 26 જૂને હાઈકોર્ટે ચૂકાદો આપ્યો હતો કે માલ્યાના અલગ અલગ સ્થળો લેડીવોક, ક્વીન હૂ લેન, તેવિન વેલ્વિન, બ્રેબ્લે લોડમાં તપાસ કરી શકે છે અને માલ્યાના અધિકારની વસ્તુઓ પર પોતાનો અધિકાર મેળવી શકે છે.

યુકેની કોર્ટના જજ જસ્ટીન બ્રાયને આ ચૂકાદો સંભળાવ્યો છે, તેમણે એ વાતની પરવાનગી આપી છે કે આ કામ માટે જરૂર પડે તો પોલિસબળને પણ તેઓ લઈ જઈ શકે છે. જો કે હજુ સુધી કોર્ટે માલ્યાની કોર્નવેલ ટેરેસ પ્રોપર્ટી કે જે રીજેંટ પાર્કમાં છે તેની સામે કોઈ ચૂકાદો આપ્યો નથી. 24 નવેમ્બર 2017 ના રોજ યુકેની હાઈકોર્ટે બેંગલુરુ ડીઆરટીના ચૂકાદાને રજિસ્ટર કરતા માલ્યાની દુનિયાભરમાં 10421 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાના આદેશ આપ્યા હતા. ત્યારબાદ માલ્યાએ સંપત્તિ સીઝ કરવાના આદેશ સામે અપીલ કરી હતી પરંતુ મહિનામાં જ કોર્ટે બેંકોના પક્ષમાં ચૂકાદો સંભળાવ્યો. 26 જૂને કોર્ટે આદેશ આપ્યો હતો કે પ્રવર્તન અધિકારી ભારતીય કાયદા હેઠળ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે. તમને જણાવી દઈએ કે માલ્યાની કુલ સંપત્તિ વિશે જાણકારી આપવામાં આવી હતી જેમાં તેની પત્ની અને બાળકોની અમેરિકાની કુલ સંપત્તિ 746 કરોડ રૂપિયાની જાણકારી આપવામાં આવી નહોતી.

English summary
Big setback to Vijay Mallya UK court allows officers to take control of his goods.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X