આતંકની આગ ઠરી નથી ત્યાં થયો નક્સલી હુમલો, 3 શહીદ

પોલીસ મુખ્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે પોલીસના જવાનો જીપમાં હતા ત્યારે ઉચલા ગામ નજીક નક્સલીઓએ બારુદી સુરંગમાં વિસ્ફોટ કરી દીધો. પ્રાથમિક માહિતી અનુસાર આ વિસ્ફોટમાં ત્રણ પોલીસકર્મીઓનું મોત થયું છે જ્યારે કેટલાક પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે. ગયા પોલીસ મુખ્યાલયે વધુ પોલીસદળ ઘટનાસ્થળે મોકલ્યા છે.
આ હુમલો રાષ્ટ્રપતિના એ દાવાને પાંગળો સાબિત કરે છે, જેમાં તેમણે કહ્યું હતું કે દેશ માઓવાદીઓ અને નક્સલીઓ સામેની લડતમાં સફળ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે વામપંથી ઉગ્રવાદી હિંસાની ઘટનાઓ ઓછી થઇ છે. નક્સલી હિંસામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વર્ષ 2011માં 611 હતી, જ્યારે વર્ષ 2012માં ઘટીને 414 થઇ ગઇ હતી. સરકાર વામપંથી ઉગ્રવાદ સામે બાથ ભિડવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર ઉગ્રવાદીઓ વિરુદ્ધ સક્રિય અને નિરંતર અભિયાન ચલાવવા તથા ઉગ્રવાદ પ્રભાવિત ક્ષેત્રોમાં વિકાસ અને શાસન સંબંધી મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની દ્વિ-આયામી નીતિ અનુસાર કાર્ય કરી રહી છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, ઉગ્રવાદ પ્રભાવિત ક્ષેત્રોમાં 400 પોલીસ મથકોનું નિર્માણ અને સુદૃઢીકરણ હેતુ એક નવી યોજના શરૂ કરવામાં આવી છે. સર્વાધિક પ્રભાવિત 34 જિલ્લામાં 7300 કરોડના ખર્ચે રસ્તા સંપર્ક સુધાર યોજનાનું પ્રથમ ચરણ માર્ચ 2015 સુધી પૂરુ થવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
