For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારમાં બાગી નેતાઓને BJPની ચેતવણી - પાર્ટીમાં પાછા આવો નહિતર થશે કાર્યવાહી

બિહાર ભાજપના અધ્યક્ષ સંજય જયસ્વાલે બાગી નેતાઓને ચેતવણી આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનમાં હવે થોડા જ દિવસ બચ્યા છે પરંતુ એનડીએમાં મચેલી ઉથલપાથલ અટકતી દેખાતી નથી. લોક જનશક્તિ પાર્ટી એનડીએથી અલગ થયા બાદ છેલ્લા થોડા દિવસોમાં જ ભાજપના પાંચ નેતા પાર્ટી છોડીને જઈ ચૂક્યા છે. એક તરફ જ્યાં લોજપા પ્રમુખ ચિરાગ પાસવારે જેડીયુ સામે પોતાના ઉમેદવારને ઉતારવાનુ એલાન કર્યુ છે. ત્યાં ભાજપે પણ ખુલ્લી રીતે કહ્યુ છે કે જેમણે નીતિશ કુમારનુ નેતૃત્વ સ્વીકાર્ય નથી તે એનડીએનો હિસ્સો પણ નહિ રહી શકે. બિહાર ભાજપના અધ્યક્ષ સંજય જયસ્વાલે બાગી નેતાઓને ચેતવણી આપીને કહ્યુ છે કે જો 12 ઓક્ટોબર સુધી આ નેતા પાર્ટીમાં પાછા નહિ આવે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.

modi shah

ઈન્ડિય એક્સપ્રેસના સમાચાર મુજબ સંજય જયસ્વાલે બિહાર ચૂંટણી વિશે કહ્યુ, 'બિહારમાં ભાજપ સંપૂર્ણપણે મજબૂત છે અને એનડીએના નેતા નીતિશ કુમાર જ છે. લોજપાએ એનડીએથી અલગ થઈને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે કારણકે અત્યારે જે લોકો એ પાર્ટીમાં નિર્ણયો લઈ રહ્યા છે તે ખોટા ટ્રેક પર છે. રામ વિલાસ પાસવાનજી એ વખતે બિમાર હોવાના કારણે એવી સ્થિતિમાં નહોતા કે કોઈ નિર્ણય લઈ શકે. જો તે એ વખતે એ સ્થિતિમાં હોત તો વસ્તુઓ અલગ હોત. અમે સતત વાતચીત દ્વારા મામલાને ઉકેલવાની કોશિશ કરી પરંતુ એ લોકો વ્યાવહારિક રીતે વિચારવા નથી માંગતા.'

પોતાના બાગી નેતાઓને જેડીયુ સામે લોજપાથી ઉભા કરવાના આરોપો પર સંજય જયસ્વાલે કહ્યુ કે, 'ભારતીય જનતા પાર્ટી આવુ રાજકારણ ક્યારેય નથી કરતી. લોજપાથી લડી રહેલા ભાજપના બાગી નેતાઓને અમે ટિકિટની છેલ્લી તારીખ સુધી સમજાવવાની કોશિશ કરીશુ. જો 12 ઓક્ટોબરની સાંજે 5 વાગ્યા સુધ બાગી નેતા ભાજપમાં પાછા નહિ આવે તો પછી તેમના પર અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. એ લોકો અમારી પાર્ટીનો હિસ્સો છે અને અમે નથી ઈચ્છતા કે તે ખોટી દિશામાં જાય.'

શું જસલીન મથારુ સાથે અનૂપ જલોટાએ કરી લીધા ચોથા લગ્ન? શું છે વાયરલ ફોટાનુ સત્યશું જસલીન મથારુ સાથે અનૂપ જલોટાએ કરી લીધા ચોથા લગ્ન? શું છે વાયરલ ફોટાનુ સત્ય

English summary
Bihar Assembly Elections 2020: BJP Warns Rebel Leaders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X