Bihar Bypoll 2022 : JDUની કારમી હાર બાદ ભાજપે માંગ્યુ નીતીશ કુમારનું રાજીનામુ
Bihar Bypoll 2022 : બિહાર પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ગુરૂવારના રોજ કુઢની વિધાનસભા સીટ પર જીત મેળવ્યા બાદ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર આકરા પ્રહાર કર્યા છે.
Bihar Bypoll 2022 : બિહાર પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ગુરૂવારના રોજ કુઢની વિધાનસભા સીટ પર જીત મેળવ્યા બાદ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર આકરા પ્રહાર કર્યા છે. પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદીએ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના રાજીનામાની માંગ કરી હતી.

11 વર્ષ સુધી રાજ્યના ડેપ્યુટી સીએમ તરીકે સેવા આપી ચૂકેલા સુશીલ કુમાર મોદીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પરિણામો કુમારની ઘટી રહેલી લોકપ્રિયતાના સંકેત છે. તેમણે દાવો કર્યો હતો કે, સત્તાધારી ગઠબંધને મતદાનની આગલી રાતે મતદારોને લલચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકો પરિવર્તન ઈચ્છે છે. આ સિવાય મોદીએ આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
સુશીલ કુમાર મોદીએ નીતિશ કુમારનું રાજીનામું માંગ્યું
સુશીલ મોદીએ જણાવ્યું હતું કે, ગોપાલગંજ અને કુઢનીમાં હાર્યા બાદ નીતિશ કુમારે રાજીનામું આપી દેવું જોઈએ. 2014ની લોકસભા ચૂંટણીમાં, જ્યારે JDU માત્ર બે બેઠકો જીતી હતી, ત્યારે નીતીશ કુમારે હારની જવાબદારી લેતા મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું, તેવી જ રીતે તેમણે કુઢનીમાં પણ રાજીનામું આપવું જોઈએ. તેમણે સ્વીકારવું પડશે કે, તેની લોકપ્રિયતા ઘટી રહી છે. જેડીયુનો મતદાતા વર્ગ ભાજપ તરફ વળ્યો છે. તેમણે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. રાત્રે (મતદાન પહેલા) કરોડો રૂપિયા ગરીબોમાં વહેંચવામાં આવ્યા હતા. આમ છતાં તેઓ ચૂંટણી જીતી શક્યા ન હતા.
સુશીલ મોદીએ જણાવ્યું હતું કે, બિહારના લોકો પરિવર્તન ઈચ્છે છે, તેથી નીતીશ કુમારે આ સમજીને રાજીનામું આપવું જોઈએ. હું કુઢનીના લોકો અને અમારા પક્ષના કાર્યકરોનો આભાર માનું છું, જેમની મહેનતથી અમે ચૂંટણી જીત્યા હતા. તેઓએ નીલભ (કુમાર)ને અમારા મત કાપવા માટે ઊભા કર્યા હતા. મુકેશ સાહનીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ સફળ થયા ન હતા. લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી, ભાજપ જંગી બહુમતીથી ચૂંટણી જીતશે.
બિહાર પેટાચૂંટણી
કુઢની વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આરજેડીના વર્તમાન ધારાસભ્ય અનિલ કુમાર સાહનીને ગેરલાયક ઠેરવવાને કારણે યોજાઈ હતી. સાહનીએ 2020ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કેદાર પ્રસાદ ગુપ્તાને 700થી ઓછા મતોથી હરાવ્યા હતા, જ્યારે JDU NDAનો ભાગ હતો. નીતીશ કુમારની પાર્ટી ઓગસ્ટમાં મહાગઠબંધનમાં જોડાયા બાદ જેડીયુએ મનોજ કુશવાહા સિંહને સીટ પરથી ઉતાર્યા હતા. બીજી તરફ ભાજપે ગુપ્તા પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમને ફરીથી ટિકિટ આપી હતી. પરિણામ એ આવ્યું કે, ગુપ્તાએ સિંહને 3645 મતોના માર્જિનથી હરાવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 76,722 વોટ મળ્યા, જ્યારે તેમના હરીફ JDUને 73,073 વોટ મળ્યા હતા.












Click it and Unblock the Notifications
