બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે જારી કર્યો ચૂંટણી ઢંઢેરો
ગુરુવારે પટનામાં ભારતીય જનતા પાર્ટીએ બિહાર ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જારી કર્યો
નવી દિલ્લીઃ બિહારમાં આ મહિનાના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેના કારણે બધી પાર્ટીઓએ એડી ચોટીનુ જોર લગાવી દીધુ છે. આ દરમિયાન ગુરુવારે પટનામાં ભારતીય જનતા પાર્ટીએ બિહાર ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જારી કર્યો જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત ઘણા વરિષ્ઠ નેતા હાજર રહ્યા. આનાથી એક દિવસ પહેલા કોંગ્રેસ અને લોજપાએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જારી કર્યો હતો.

ચૂંટણી ઢંઢેરો જારી કર્યા બાદ નિર્મલા સીતારમણે કહ્યુ કે બિહાર એક એવુ રાજ્ય છે જ્યાં બધા નાગરિક રાજકીય રીતે સંવેદનશીલ અને દરેક મુદ્દે સારી રીતે વાકેફ છે. તે એ વચનોને જાણે અને સમજે છે જેને પાર્ટી આપે છે. જો કોઈ પણ અમારા ચૂંટણી ઢંઢેરા પર સવાલ ઉઠાવે તો અમે તેમને વિશ્વાસ સાથે જવાબ આપી શકીએ છીએ. અમે જેટલી પણ વચનો આપીએ તેને પૂરા પણ કરીએ છીએ.












Click it and Unblock the Notifications
