For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bihar Hooch Tragedy : 12 કલાકમાં લઠ્ઠાના લક્ષણ સાથે 5ના મોત, 26 બિમાર

Bihar Hooch Tragedy : રાત્રે 8 વાગ્યાથી 12 કલાકની વચ્ચે, સીવાન સદર હોસ્પિટલમાં પેટમાં દુઃખાવા અને દૃષ્ટિની ક્ષતિ સાથે પાંચ મૃત્યુ નોંધાયા છે.

|
Google Oneindia Gujarati News

Bihar Hooch Tragedy : બિહારમાં લોકો દારૂના સેવને કારણે બિમાર પડવાની અને મૃત્યુ પામવાની ઘટના છાસવારે બનતી રહે છે. આવી ઘટના ડિસેમ્બરમાં પણ સામે આવી હતી. સીવાનમાં દારૂ પીવાને કારણે રહસ્યમય રીતે રવિવારની રાત્રે 8 કલાકથી 13 કલાક દરમિયાન પેટમાં દુઃખાવા અને દ્રષ્ટી ખામી સર્જાયા હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે.

Bihar Hooch Tragedy

વહીવટીતંત્રે અત્યાર સુધીમાં ત્રણ શંકાસ્પદ મૃત્યુની પુષ્ટિ કરી

લઠ્ઠા દારૂના કારણે મૃત્યુના લક્ષણો અને સદર હોસ્પિટલની સાથે નબીગંજ-બસંતપુર પીએચસીમાં હોબાળો મચવા છતાં વહીવટીતંત્ર પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. પોસ્ટમોર્ટમ સોમવારના રોજ ઓફિસ સમય દરમિયાન થશે. વહીવટીતંત્રે અત્યાર સુધીમાં ત્રણ શંકાસ્પદ મૃત્યુની પુષ્ટિ કરી છે. હાલ સદર હોસ્પિટલને છાવણીની જેમ નજરકેદ રાખવામાં આવી છે.

એક ડઝનથી વધુ દર્દીઓ પેટમાં દુઃખાવાની ફરિયાદ

ઇમરજન્સીમાં આવતા દર્દીઓને જ પ્રવેશ મળી રહ્યો છે. હાલમાં એક ડઝનથી વધુ દર્દીઓ પેટમાં દુઃખાવાની ફરિયાદ સાથે દાખલ છે. તેમાંથી પાંચ લોકોઓ તો આંખોથી ઓછું દેખાવાની ફરિયાદ પણ કરી છે. અંદર પ્રવેશ ન મળવાને કારણે અંદર જતાં દર્દીઓના સગાઓએ આપેલા નિવેદનનો આધાર બીમાર હોવાના સમાચાર છે.

કુલ લોકો 26 બીમાર

રવિવારે રાત્રે 10 વાગ્યા સુધી સદર હોસ્પિટલમાં બે મૃત્યુ થયા હતા, ત્યારબાદ રાતોરાત બે મૃત્યુ પામ્યા હતા. મૃતકોની ઓળખ (1) નરેશ બીન (2) જનક પ્રસાદ (3) રમેશ રાઉત (4) સુરેન્દ્ર માંઝી, (5) લક્ષનદેવ રામ તરીકે કરવામાં આવી છે.

સીવાન જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત કુમાર પાંડેએ અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરી છે. પોસ્ટમોર્ટમ બાદ જ તે સ્પષ્ટ થશે. સદર હોસ્પિટલમાં મૃત્યુ ઉપરાંત ગામમાંથી પણ મોતની માહિતી આવી રહી છે, જેમાં કોઈની લાશ સળગાવી દેવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગામ, પીએચસીથી લઈને સદર હોસ્પિટલ સુધી 26 લોકો દારૂથી બીમાર હોવાનું કહેવાય છે.

સાંજે પીધો દારૂ, રાત્રે ગુમાવી દૃષ્ટિ, પછી મળ્યુ મોત

જ્યારે પરિવારજનોએ ફોન પર પૂછ્યું તો મૃતક લક્ષનદેવ રામના એક સંબંધીએ જણાવ્યું કે, જ્યારે તે સવાર પહેલા પોતાની દિનચર્યા માટે ઉઠ્યો, ત્યારે ચપ્પલ મળી રહ્યા ન હતા. જે બાદ તેને દ્રષ્ટી ગુમાવવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યા તેનું મોત થયું હતું. મૃતકે ક્યો દારૂ પીધો હતો અને ક્યાંથી પીધો હતો તે જાણી શકાયું નથી.

English summary
Bihar Hooch Tragedy : 5 dead, 26 sick with hooch symptoms in 12 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X