For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહાર: 9 બાળકોની મોતના આરોપી BJP નેતાએ કર્યું સરેન્ડર

બિહારમાં 9 બાળકોના મોતના આરોપી તેવા મનોજ ભાટિયાએ સરેન્ડર કર્યું છે. જોકે સરેન્ડર વખતે મનોજ પોતે ગાડી ન ચલાવતો હોવાની વાત કહી છે. જાણો આ સમાચાર અંગે વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

બિહારના મુઝફ્ફરપુરમાં 9 બાળકોના મોતના આરોપી તેવા ભાજપના નેતા મનોજ ભાટિયાએ છેવટે સરેન્ડર કર્યું છે. શનિવારે બિહારના સીતામઢી અને મુઝફ્ફરપુર વચ્ચે ભીષણ સડક દુર્ઘટના થઇ હતી. જેમાં ભાજપના નેતાની ગાડીએ 9 બાળકોની કચડી નાંખ્યા હતા. અને તેમનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું. માનવામાં આવે છે કે ધરમપુર ગામના ભાજપના નેતાની ગાડી એક મહિલાથી ટકરાઇ ગઇ અને પછી ભાગવાના ચક્કરમાં તેમણે રસ્તાના કિનારે ઊભા રહેલા બાળકોને કચડી નાખ્યા. આ માસૂમ બાળકો પોતાની સ્કૂલ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા. નોંધનીય છે કે આ ઘટનામાં 9 બાળકોની મોત થવાની સાથે 15 બાળકો ઇજાગ્રસ્ત પણ છે. જે બતાવે છે કે આ અકસ્માત કેટલો ભયાનક રહ્યો હશે. જો કે ઘટના પછી ભાજપના નેતા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

પાછળથી બિહાર પોલીસે દબાવમાં આ મામલે એફઆઇઆર પણ દાખલ કરી હતી. તે પછી બુધવારે મનોજ ભાટિયા કે જેણે આ અકસ્માતમાં 9 બાળકોને કચડી નાંખ્યા હતા તેણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જાણવા તે પણ મળ્યું છે કે અકસ્માત સમયે મનોજ પોતે ગાડી ચલાવી રહ્યા હતા. અને અકસ્માતમાં તેમને પણ ઇજા થઇ હોવાના કારણે સરેન્ડર પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હોસ્પિટલમા મીડિયા દ્વારા પૂછવામાં આવતા મનોજે અકસ્માતના સમયે પોતે વહાન ચલાવી રહ્યા હોવાની વાતનો નનૈયો ભર્યો હતો. ત્યારે હવે પોલીસ આ મામલે આગળ તપાસ કરશે. જો કે આ અકસ્માત પછી બિહારમાં વિપક્ષ દ્વારા શાસન પક્ષનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ મૃતક બાળકોના પરિવારે આરોપીને સખત સજા આપવાની વાત પણ ઉચ્ચારી હતી.

English summary
Bihar : Muzaffarpur BJP leader Manoj Baitha surrender allegation killed 9 children.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X