For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેહ વેચીને કમાયેલા પૈસાથી ખોલી સ્કૂલ

|
Google Oneindia Gujarati News

sex-racket
પટના, 27 એપ્રિલઃ બિહારમાં ખોટી રીતે કમાવીને બનાવવામાં આવેલા કેટલાક આલીશાન ભવનોમાં વિદ્યાલય ખોલી દેવામાં આવ્યા છે, જ્યાં પ્રતિદિન બાળકોની કિકયારી ગુંજી ઉઠે છે. ત્યાર બાદ હવે સરકાર દેહના સોદાની કમર કસવા માટે દેહવ્યાપારના ધંધામાંથી કમાવેલી સંપત્તિને જપ્ત કરવાની તૈયાર કરી રહી છે. હાલના દિવસોમાં રાજધાની પટનાના વિભિન્ન પોલીસ મથક ક્ષેત્રોમાં 40થી વધારે પાર્લર, રેસ્ટોરાં અને સાઇબર કાફેમાં પોલીસે રેડ પડી છે. પોલીસને સૂચના મળી હતી કે આ સ્થાનો પર પડદા અને ત્યાં બનેલા કેબિનોની અંદર દેહ વ્યાપાર કરવામાં આવી રહ્યો છે અને રેડ પાડતા પોલીસને તેની પૃષ્ટિ પણ મળી. હવે પોલિસ આ ધંધાના આકાઓ સુધી પહોંચવામાં લાગેલી છે.

રાજધાનીના એક વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે કે, દેહ વ્યાપાર થકી માલદાર બનેલા દેહના સોદાગરો પર પણ પોલીસની બાઝ નજર છે. તેમનું કહેવું છે કે દેહ વ્યાપારમાંથી કમાયેલી સંપત્તિને વિશેષ રણનીતિ સાથે જપ્ત કરવામાં આવશે. રાજધાની ઉપરાંત રાજ્યના અન્ય ઘણા શહેરોમાં પણ આ રણનીતિ હેઠળ પોલીસ દેહવ્યાપારનાં ધંધા સાથે જોડાયેલા લોકોને બેનકાબ કરશે.

પટનાના વરિષ્ઠ પોલીસ અધિકારી મનુ મહારાજ કહે છે કે, બ્યૂટી પાર્લ્ર અને જેન્ટ્સ પાર્લરની આડમાં દેહ વ્યાપારમાં સામેલ ઘણા આકાઓ અંગે ઘણા મહત્વના પુરાવાઓ હાથ લાગ્યા છે. તપાસ બાદ આ લાકોના પુરાવાઓના આધાર પર તેમના વિરુદ્ધ પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રિગ એક્ટ હેઠળ મામલો દાખલ કરીને ધંધાથી કમાયેલા ધન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સંભવ છે કે આ પ્રકારના દેહ વ્યાપારના ધંધામાંથી કમાયેલા ઘનથી બનાવવામાં આવેલી ઇમારતોમાં બાળકો માટે વિદ્યાલયો શરૂ કરવામાં આવે.

English summary
Bihar police has planned to open schools with the money recovered from sex rackets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X