જેલમાં રહી ફેસબુક પર અપટેડ કરે છે ફોટો, કુખ્યાત ટૂલ્લુ સિંહ
બિહારના મુઝફ્ફરપુરના ખુદીરામ બોસ કેન્દ્રીય જેલમાં બંધ કુખ્યાત આરોપી જેલથી જ અપડેટ કરે છે ફેસબુક. તેની પાસે સ્માર્ટફોન પણ છે અને ઇન્ટરનેટ પણ. તેની આ તસવીરો જોતા સાફ લાગી રહ્યું છે કે તે જેલમાં સજા નહીં પણ જીવનની મોઝ માણી રહ્યો છે.
નોંધનીય છે કે અવાર નવાર તેવું બહાર આવતું રહે છે કે જેલમાં કેદીઓ ફોન ઉપયોગ કરતા હોય છે. અનેક વાર જેલ પ્રશાસન દ્વારા આવા ફોનને પકડવામાં પણ આવે છે. પણ તેમ છતાં ટુલ્લુ સિંહે જેલની અંદરના બે ફોટો અપલોડ કર્યા હતા. જો કે તે બાદ મીડિયાના ખબરો વધતા તેણે આ ફોટા હટાવ્યા હતા.

એટલું જ નહીં તેણે પોતાના આ ફેસબુક પેઝથી એક પૂર્વ વિધાયકને ધમકી પણ આપી હતી. જો કે તે બાદ પોલિસે અને આઇબીએ ટૂલ્લુ સિંગ પર ખાસ નજર રાખવાનું કહેતા તેની ચોકસી વધારવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
