For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનની ઘુસણખોરીથી પરેશાન જાપાન અને ભારતની નેવી આજે યુદ્ધાભ્યાસ કરશે

ચીનની ઘુસણખોરીથી પરેશાન જાપાન અને ભારતની નેવી આજે યુદ્ધાભ્યાસ કરશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત અને જાપાન વચ્ચે આજથી દ્વિપક્ષીય યુદ્ધાભ્યાસ જિમેક્સ 2020ની શરૂઆત થઈ રહી છે. આ દરમ્યાન ઉત્તરી અરબ સમુદ્ર પર ભારતીય નૌસેના અને જાપાનની મેરીટાઈમ સેલ્ફ ડિફેંસ ફોર્સ (JMSDF) યુદ્ધ ક્ષમતાનું પ્રદર્શન કરશે. આ યુદ્ધાભ્યાસ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ભારત અને જાપાન બંને દેશ ચીનની ઘુસણખોરીથી પરેશાન છે. ચીનની નેવીએ ઈસ્ટ ચાઈના સીમાં જાપાનના ભાગમાં આવતા પાર્સલ દ્વીપ પર ઘુસણખોરી કરી છે અને તેના પર પોતાનો દાવો ઠોંક્યો છે.

navy

આ વર્ષે એક્સરસાઈઝની ચોથી શ્રેણી

જાપાન અને ભારતીય નૌસેનાનો આ સંયુક્ત અભ્યાસ 26 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી ચાલશે. જિમેક્સ 20 યુદ્ધાભ્યાસની એક સીરીઝ છે જેની શરૂઆત 2012માં થી હતી. જેમાં વિશેષ ધ્યાન મૈરીટાઈમ સુરક્ષા સહયોગ પર આપવામાં આવે છે. દર વર્ષે આ યુદ્ધાભ્યાસ આયોજિત કરવામાં આવે છે. આખરે જિમેક્સ 2020નું આયોજન ઓક્ટોબર 2018માં વિશાખાપટ્ટનમમાં થયું હતું. આ વર્ષે આ ચોથા શ્રેણીનું આયોજન થઈ રહ્યું છે. ભારત અને જાપાન વચ્ચે પાછલા કેટલાક વર્ષોમાં નૌસેનાના સહયોગમાં તેજીથી વધારો થયો છે.

જિમેક્સમાં યુદ્ધ સંચાલનનું એક એડવાન્સ લેવલ જોવા મળે છે અને સાથે જ આ એક્સરસાઈજ બંને દેશ વચ્ચેના સંબંધોને પણ વધુ મજબૂત કરે છે. બંને દેશની સરકારો એક સુરક્ષિત, મુક્ત અને ખાસ વૈશ્વિક લક્ષ્યોના આંતરરાષ્ટ્રીય નિયમો અંતર્ગત આગળ વધારે છે. આ યુદ્ધાભ્યાસ દરમ્યાન વેપન ફાયરિંગ, ક્રોસ ડેક હેલીકોપ્ટર એપરેશન્સની સાથે જ એન્ટી સબમરીન અને એર વૉરફેર ડ્રિલો જોવા મળશે. ત્રણ દિવસ સુધી ચાલતા જિમેક્સ 2020ને કોવિડ-19 ને પગલે નૉન કૉન્ટેક્ટ એટ સી-ઓનલી ફોર્મેટમાં જ આયોજિત કરાશે.

આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે પ્રધાનમંત્રી મોદી, આ મહત્વના મુદ્દા પર હશે ફોકસઆજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે પ્રધાનમંત્રી મોદી, આ મહત્વના મુદ્દા પર હશે ફોકસ

English summary
Bilateral Maritime Exercise Between Japan and India will be held in North Arabian Sea
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X