Bilkis Bano Case: સુપ્રીમ કોર્ટે સૂનાવણી શરૂ કરતા કડક ટિપ્પણી કરી, જાણો શું કહ્યું?

ગુજરાત સરકાર દ્વારા બિલ્કીસ બાનોના ગુનેગારોને છોડી મુકાતા હવે સુપ્રીમ કોર્ટે સૂનાવણી શરૂ કરી છે. આજે આ મામલે પહેલી સૂનાવણી શરૂ થઈ હતી. પહેલી જ સૂનાવણીમાં સુપ્રીમ કોર્ટને આડે હાથ લીધી હતી.

આ મામલે સૂનાવણી શરૂ થતા સરકારે સુપ્રીમ કોર્ટેમાં માફીની ફાઈલો દેખાડી નથી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ટિપ્પણી કરતા કહ્યું કે, અપરાધ ભયાનક હતો.

bilkis bano

કેન્દ્ર અને ગુજરાત સરકારને ફટકાર લગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 27 માર્ચના આદેશની સમીક્ષા ફાઇલ કરી શકે છે, જેમાં કોર્ટે બિલકિસ બાનો કેસમાં 11 દોષિતોને મુક્તિ અંગેની ફાઇલો માંગી હતી. 11 દોષિતોને આપવામાં આવેલી છૂટ સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર આગામી સુનાવણી 2 મેના રોજ થશે.

બીજી તરફ ગુજરાત સરકારે રિલીઝ સંબંધિત ફાઇલ બતાવવાના આદેશનો વિરોધ કર્યો છે. ગુજરાત સરકારે દલીલ કરી છે કે સુપ્રીમ કોર્ટના આદેશના આધારે જ મુક્ત કરાયા છે.

આ પહેલા 27 માર્ચે સુપ્રીમ કોર્ટમાં બિલકિસ બાનો કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના કોર્ટના નિર્ણય સામે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ બીવી નાગરત્નની ડિવિઝન બેન્ચે આ મામલાની સુનાવણી કરી હતી.

તે અગાઉ 22 માર્ચે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે આ મામલાને તાકીદે લિસ્ટ કરવા આદેશ કર્યો હતો અને દલીલો સાંભળવા માટે નવી બેંચની રચના કરવા સંમત થયા હતા.

4 જાન્યુઆરીએ જસ્ટિસ અજય રસ્તોગી અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે બિલ્કીસ બાનો અને અન્ય અરજીઓ પર વિચારણા કરી હતી. જો કે, જસ્ટિસ ત્રિવેદીએ કોઈપણ કારણ આપ્યા વિના આ મામલાની સુનાવણીથી પોતાને દૂર કરી દીધા હતા, જેને પગલે સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી.

બિલ્કિસ બાનોએ ગયા વર્ષે 30 નવેમ્બરના રોજ રાજ્ય સરકારના 11 આજીવન દોષિતોની મુક્તિને સર્વોચ્ચ અદાલતમાં પડકારી હતી અને કહ્યું હતું કે આ નિર્ણયે સમાજના અંતરાત્માને હચમચાવી નાખ્યો છે. દોષિતોની મુક્તિને પડકારતી અરજી ઉપરાંત ગેંગરેપ પીડિતાએ દોષિતની અરજી પર સુપ્રીમ કોર્ટના 13 મે 2022ના આદેશની સમીક્ષા કરવા માટે એક અલગ અરજી પણ દાખલ કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં આ રિવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X