નેક્સ્ટ જનરેશન કોન્ડમ બનાવો અને 10 લાખ ડોલર મેળવો

બિલ ગેટ્સ ફાઉન્ડેશને જણાવ્યા પ્રમાણે કોન્ડમ પ્રેગનેન્સી રોકવા કે યોન સંક્રમિત બીમારીઓ રોકવામાં અસફળ રહ્યું તો તેને તુરત જ રિજેક્ટ કરવામાં આવશે. ત્યાર બાદ અન્ય માનકો પર પણ તેને ખરુ ઉતારવામાં આવશે. સાથે જ કોન્ડમની કિંમત પણ વધારે ના હોવી જોઇએ, કારણ કે આ કોન્ડમ ગરીબો સુધી પહોંચાડવું જરૂરી છે.
માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને તેમની પત્ની ગરીબી દૂર કરવા અને સ્વાસ્થ્ય સેવાઓને સારી બનાવવાના ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છે. આ સંસ્થા 1994માં શરૂ કરવામાં આવી હતી. આ સંસ્થા હવે નવી રીતે કોન્ડમ બનાવવા માટે 10 લાખ ડોલર આપવા જઇ રહી છે. સંસ્થાએ કહ્યું છે કે નવા પ્રકારના કોન્ડમની ઇજાત કરવાવાળા કોઇપણ હોઇ શકે છે. છાત્ર, વૈજ્ઞાનિક કે પછી કોઇ ઉદ્યોગપતિ.
પુરુષોની વાત કરીએ તો કોન્ડમનો ઉપયોગ કરતા લોકો એટલા માટે ગભરાય છે, કારણ કે તેમને કોન્ડમ વગર યૌન સંબંધ સ્થાપિત કરવું વધારે સારું લાગે છે. તેવામાં નેક્સ્ટ જનરેશનનું કોન્ડમ એવું હોવું જોઇએ કે, જેને લાગવ્યા બાદ એવો જ અહેસાસ થાય, જેવો કોન્ડમ વગર થાય છે. મહિલાઓના કોન્ડમ ક્યારેક-ક્યારેક પ્રેગ્નેન્સી રોકવામાં નિષ્ફળ નિવડે છે અને મોંઘા પણ ઘણા હોય છે. બિલ ગેટ્સનો ઉદ્દેશ્ય છે કે ઓછી કિંમતવાળા સારા કોન્ડમ લોકોને આપવા જોઇએ, જેથી એચઆઇવી એઇડ્સ જેવી બીમારીઓ રોકી શકાય.












Click it and Unblock the Notifications
