બિરલા ગ્રુપે મુંબઈમાં વર્ષો જુનો બંગલો 220 કરોડમાં ખરીદ્યો, જાણો શું છે ખાસ?
હાલ મુંબઈમાં આવેલો અને અડધા એકરમાં ફેલાયેલો એક બંગલો ચર્ચાનો વિષય બન્યો છે. આ બંગલાને બિરલા ગ્રુપની કંપની બીજીએસ પ્રોપર્ટીઝે અધધ 220 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. એવુ તો શું ખાસ છે આ બંગલામાં કે બિરલા ગ્રુપે આટલા રૂપિયામાં ખરીદ્યો છે.
વિગતો અનુસાર, આ બંગલો એક પારસી મહિલા અર્નેવાઝ ખરશેદજી દુબાસનો હતો. હવે સવાલ એ છે કે આ બંગલામાં એવું શું ખાસ છે જે કરોડોમાં વેચાયો. મીડિયા રિપોર્ટ અનુસાર, આ બંગલો 10 એપ્રિલ 2023 ના રોજ BGH પ્રોપર્ટીઝ દ્વારા રજીસ્ટર કરાવાયો છે.

રિપોર્ટ અનુસાર, આ બંગલો 18,494.05 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને કવર્ડ ગેરેજનો કુલ વિસ્તાર 190 ચોરસ ફૂટ છે. આ મિલકતના વેચાણની આવકનો ઉપયોગ ધાર્મિક કામો માટે કરાશે.
બંગલા માટે 13.20 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે અને ચુકવણી ટ્રાન્સફર ડીડ દ્વારા કરવામાં આવી છે. ટ્રાન્સફર દસ્તાવેજો અનુસાર, બંગલાના માલિક અર્નવાજ ખરશેદજી દુબાશ નામની પારસી મહિલા હતી. અર્નવાજ ખરશેદજી દુબાશનું 2013માં નિધન થયું હતું.
અર્નવાજ ખરશેદજી દુબાશની માતાએ 18 માર્ચ 1960ના રોજ પેરોશો ધુંજીશો બોલ્ટન ચેરિટીઝના નામથી જાહેર ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરી હતી. આ બંગલાના પ્રથમ ટ્રસ્ટી સુનાબાઈ પેરોવશા બોલ્ટન અને વકીલ નાદિરશા રુસ્તુમજી મુલ્લા હતા.
મૃત્યુ પહેલા અર્નવાજ ખરશેદજી દુબાશે 5 નવેમ્બર 2012ના રોજ છેલ્લુ વસિયતનામું કર્યું હતું. આ વસિયત અનુસાર, છ લોકો મિલકતની દેખરેખ કરશે. તેમાં મધુસુદન તિજોરીવાલા, આદિ એન પાલિયા, ડેરિયસ સોરાબ કમ્બટ્ટા, સાયરસ સોલી નલસેથ, આદિ હીરજી જહાંગીર, ચેતન મહેન્દ્ર શાહના નામ હતા. હવે બિરલા ગ્રુપની કંપનીએ આ 6 લોકો પાસેથી આ બંગલો ખરીદ્યો છે.
સૂત્રો અનુસાર, અર્નેવાઝ ખરશેદજી દુબાશે તેમના વસિયતનામામાં લખ્યું હતું કે તેમની તમામ પ્રાચીન વસ્તુઓ, મૂળ મુઘલ ચિત્રો અને ચાંદીના વાસણો વેચી દેવાય અને તેની રકમ પેરોશો ધુંજીશા બોલ્ટન ચેરિટીઝને આપી દેવામાં આવે.
રિપોર્ટ અનુસાર, 2015 માં અર્નવાજ ખરશેદજી દુબાશનું ખાનગી કલેક્શન મુંબઈની પંડોલ આર્ટ ગેલેરીમાં જાહેર હરાજીમાં વેચી દેવામાં આવ્યુ હતું. આમાંથી 18 કરોડ રૂપિયા મળ્યા હતા. આ કલેક્શનમાં 16મી અને 18મી સદી મુઘલ કાળની ઘણી વસ્તુઓનો હતી.
આ બંગલાને ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન 33(7) હેઠળ સન્ની વિલે બંગલાને રિડેવલપ કરી શકાય છે. નવા ખરીદનારને કુલ 70,000 ચોરસ ફૂટનો કુલ બિલ્ટ-અપ વિસ્તાર મળશે.












Click it and Unblock the Notifications
