For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

51 વર્ષના થયા રાહુલ ગાંધી, તેમની આ 10 વાતોથી તમે પણ હશો અજાણ

51 વર્ષના થયા રાહુલ ગાંધી, તેમની આ 10 વાતોથી તમે પણ હશો અજાણ

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે 51મો જન્મદિવસ છે. રાહુલ ગાંધી શનિવારે 51 વર્ષના થઈ ગયા છે પરંતુ આ વર્ષે પણ કોંગ્રેસ નેતાએ કોરોના મહામારીને કારણે પોતાનો જન્મદિવસ ન ઉજવવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ પાર્ટી તરફથી પહેલેથી જ બધાને રાહુલ ગાંધીનો જન્મ દિવસ ન ઉજવવા સૂચિત કરી દેવામાં આવ્યા છે. જો કે રાહુલ ગાંધીના જન્મદિવસના અવસર પર પાર્ટીના કાર્યકર્તા રાશન, મેડિકલ કિટ અને માસ્કની વહેંચણી કરશે. રાહુલ ગાંધીએ વર્ષ 2020માં પણ મહામારીને કારણે પોતાનો જન્મદિવસ નહોતો ઉજવ્યો.

rahul gandhi

ભારતના પ્રભાવશાળી નેહરુ-ગાંધી પરિવારના ઉત્તરાધિકારી, રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન 1970ના રોજ દિલ્હીમાં થયો હતો. રાહુલ ગાંધીને 'યુવરાજ' પણ કહેવામાં આવે છે. 2014 અને 2019ની લોકશભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને ટક્કર આપી હતી. પરંતુ 2019માં મળેલી હાર બાદ રાહુલ ગાંધીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. પ્રભાર છોડતા પહેલાં બે વર્ષ સુધી રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ હતા. રાહુલ ગાંધીના 51મા જન્મદિવસ પર અહીં તેમના વિશે જણાવેલી વાતો જણાવીએ છીએ, જે કદાચ જ તમે જાણતા હશો.

રાહુલ ગાંધી વિશે 10 વાતો

  • રાહુલ ગાંધીએ નવી દિલ્હી અને દેહરાદૂનમાં શાળાકીય અભ્યાસ કર્યો. 1984માં દાદી ઈન્દિરા ગાંધીની હત્યા બાદ રાહુલ ગાંધીએ પોતાના બહેન પ્રિયંકા ગાંધી સાથે ઘરે જ ભણતા શરૂ થયા. સુરક્ષા કારણોસર આવું કરવામાં આવ્યું.
  • રાહુલ ગાંધીએ બે પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલય હાર્વર્ડ અને કેમ્બ્રિજથી ડિગ્રી મેળવી છે. સ્નાતકનો અભ્યાસ પૂરો કરવા માટે રાહુલ ગાંધી હાર્વર્ડ વિશ્વવિદ્યાલય ગયા હતા.
  • રાહુલ ગાંધી સુરક્ષા કારણોસર યૂનાઈટેડ કિંગ્ડમના ટ્રિનિટી કોલેજમાં પોતાનું નામ બદલાવી એમફિલ કરવા ગયા હતા. રાહુલ ગાંધીએ ત્યાં પોતાનું નામ બદલીને રાઉલ વિંસી રાખ્યું હતું.
  • વર્ષ 1991માં રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધીની હત્યા બાદ તેઓ પાછા ભારત આવી ગયા અને રોલિન કોલેજમાં એડમિશન લઈ લીધું હતું.
  • કેમ્બ્રિઝથી સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ રાહુલ ગાંધી લંડનની કંપનીમાં જૉબ કરતા હતા. ફર્મનું નામ મૉનિટર ગ્રુપ હતું.
  • વર્ષ 2002માં રાહુલ ગાંધીએ મુંબઈમાં પોતાના આઉટસોર્સિંગ ફર્મ બૈકૉપ્સ સર્વિસિઝ પ્રાઈવેટ લિમિટેડ શરૂ કરી હતી.
  • રાહુલ ગાંધીએ એ જાપાની માર્શલ આર્ટ એકિડોની કળા સીખી છે. માર્શલ આર્ટ એકોડોમાં રાહુલ ગાંધી બ્લેક બેલ્ટ છે. રાહુલ ગાંધીના કોચ સેંસી પારિટોસ કારે મીડિયાને કહ્યું હતું કે તેઓ 2009થી રાહુલ ગાંધી સાથે અભ્યાસ કરી રહ્યા છે.
  • રાહુલ ગાંધી 2014માં મોસ્ટ એલિજીબલ બેચલર થયા હતા
  • રાહુલ ગાંધીનો સૌથી ફેવરિટ બ્રેકફાસ્ટ મોમોજ છે.
  • મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ મુજબ રાહુલ ગાંધીને પુસ્તકો વાંચવાનો બહુ શોખ છે. દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીને 'ઝનૂની પાઠક' કહ્યા છે.
  • રિપોર્ટ્સ મુજબ રાહુલ ગાંધી વિમાન ઉડાવવા સંબંધિત ટેક્નિકલ જાણકારી વિશે પણ જાણે છે. 2018માં જ્યારે રાહુલ ગાંધીના વીઆઈપી વિમાનમાં ઉડાણ દરમિયાન ગડબડી જણાઈ હતી ત્યારે તેમણે પાયલટની મદદ કરી હતી.
English summary
Birthday Special: 10 interesting facts about rahul gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X