For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સાઃ જગન્નાથ મંદિરની 100 મીટરની સીમામાં નહિ થાય નિર્માણ, મંદિર પ્રશાસને કેન્દ્રને લખ્યો પત્ર

ઓરિસ્સામાં રાષ્ટ્રીય સ્મારક પ્રાધિકરણ(NMA) દ્વારા પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથ મંદિર માટે જાહેર કરેલ એક ડ્રાફ્ટનો વિરોધ વધી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભુવનેશ્વરઃ ઓરિસ્સામાં રાષ્ટ્રીય સ્મારક પ્રાધિકરણ(NMA) દ્વારા પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથ મંદિર માટે જાહેર કરેલ એક ડ્રાફ્ટનો વિરોધ વધી રહ્યો છે. વાસ્તવમાં, આ ડ્રાફ્ટમાં પ્રાધિકરણે જગન્નાથ મંદિરની 100 મીટરની સીમામાં કોઈ પણ નિર્માણને પ્રતિબંધિત કરી દીધુ છે. NMAના આ નિર્ણયના વિરોધમાં રાજ્યની બીજુ જનતા દળ સરકાર, મંદિર સમિતિ અને અહીં સુધી કે વિપક્ષી દળો પણ વિરોધમાં છે.

jagannath temple

મંદિરના પ્રશાસને સંસ્કૃતિ મંત્રાલયને લખ્યો પત્ર

મંદિરના વરિષ્ઠ સેવાદાર બિનાયક દશમોહાપાત્રાએ કહ્યુ છે કે આ ડ્રાફ્ટ ભગવાન જગન્નાથનુ અપમાન છે અને જો જરૂર પડી તો ડ્રાફ્ટ બાયલના વિરોધમાં અમે સુપ્રીમ કોર્ટ સુધી જઈશુ. વળી, બીજી તરફ ડ્રાફ્ટને પાછો લેવાની માંગ માટે શ્રી ક્ષેત્રધામમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. શ્રીમંદિરની ચારે તરફ રહેતા સ્થાનિક લોકો, શ્રીમંદિરા સેવકોએ આ પ્રસ્તાવિત અધિનિયમનો કડક વિરોધ કર્યો છે. સેંકડોની સંખ્યામાં શ્રીમંદિરના સેવકોએ સિંહદ્વાર સામે વિરોધ પ્રદર્શન કર્યુ છે. આ પ્રસ્તાવિત અધિનિયમને પાછો લેવા માટે શ્રીમંદિરના મુખ્ય પ્રશાસક કિશન કુમારે કેન્દ્ર સંસ્કૃતિ મંત્રાલયના સચિવને પત્ર લખીને અનુરોધ કર્યો છે.

ગુજરાતમાં ઓવૈસીનો ચૂંટણી હુંકાર, શરૂ કર્યુ ચૂંટણી અભિયાનગુજરાતમાં ઓવૈસીનો ચૂંટણી હુંકાર, શરૂ કર્યુ ચૂંટણી અભિયાન

English summary
BJD protest against NMA notification around Jagannath temple in Odisha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X