ભાજપ-આપ માટે બેદી લઇને આવ્યા આશાનું ‘કિરણ’
નવી દિલ્હી, 9 ડિસેમ્બરઃ દિલ્હી વિધાનસભામાં સરકાર બનાવવા માટે કોઇપણ પક્ષ આગળ આવી રહ્યો નથી, જેને લઇને સેવા નિવૃત્ત આઇપીએસ કિરણ બેદીએ એક પહેલ કરી છે. જે હેઠળ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી સાથે મળીને સરકાર બનાવી શકે છે. કિરણનું માનવું છે કે, બન્ને સાથે મળીને દિલ્હીને એક સ્વસ્થ સરકાર આપી શકે છે. બન્ને તરફથી પહેલ કરવામાં આવે તો તે મધ્યસ્થી થવા માટે તૈયાર છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ માટે જરૂરી છે બન્ને તરફથી ઓછામાં ઓછી એક પહેલ કરવામાં આવે, કારણ કે જ્યાં સુધી બન્ને પક્ષો એક બીજા સાથે હાથ નહીં મિલાવે ત્યાં સુધી સરકાર બનાવવા અંગે કોઇ પણ વિચારી નહીં શકે અને તેવામાં મારી મધ્યસ્થી કરાવવાથી પણ કોઇ ફાયદો નહીં થાય.
કિરણ બેદીની આ વાત તો યોગ્ય છે, કારણ કે બન્ને પાર્ટીઓ સાથે મળી ગઇ તો, સરકાર એક ભારે ખર્ચથી બચી જશે, જે બીજી વખત ચૂંટણી કરાવવામાં આવે તો થશે. કારણ કે તે પણ એક આમ આદમીનો પૈસો છે.












Click it and Unblock the Notifications
