For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેપીસી રિપોર્ટ આવતા બીજેપીએ માંગ્યું પ્રધાનમંત્રીનું રાજીનામું

|
Google Oneindia Gujarati News

prakesh javadekar
નવી દિલ્હી, 23 એપ્રિલ: 2જી ઘોટાળા મામલામાં બીજેપીએ સરકારને સંસદમાં ઘેરવાનું મન બનાવી લીધું છે. ત્યારે આ મામલામાં જેપીસીના રિપોર્ટમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું નામ આવ્યા બાદ બીજેપીએ આક્રમક વલણ અપનાવી લીધું છે. આ મુદ્દે શખત વલણ અપનાવતા બીજેપીએ નક્કી કર્યું છે કે તે સંસદનું સત્ર નહીં ચાલવા દે. જેપીસી રિપોર્ટમાં અટલનું નામ આવવાથી અને પીએમ અને ચિદમ્બરમને ક્લિન ચિટ મળવાથી બીજેપી સંસદીદળે આ નિર્ણય લીધો.

બીજેપીએ આરોપ લગાવતા જણાવ્યું કે 2જી ઘોટાળાની તપાસ કરી રહેલી જેપીસીએ પી ચિદમ્બરમ અને પ્રધાનમંત્રી મનમોહન સિંહને બચાવવાનું કામ કર્યું છે. જેપીસીએ બંનેને ક્લીન ચિટ આપી દીધી છે. આવામાં બીજેપી સખત વલણ આપનાવશે. બીજેપી નેતા રવિશંકર પ્રસાદે માંગ કરી છે કે કોલસા ઘોટાળાના રિપોર્ટમાં કાનૂનમંત્રી અશ્વિન કુમાર દ્વારા દખલ પર તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે સીબીઆઇ પર કાનૂન મંત્રાલયનું દબાણ છે.

બીજેપી પ્રવક્તા પ્રકાશ જાવડેકરે પણ કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું કે યુપીએએ આખા દેશને ગેરમાર્ગે દોર્યો છે, જ્યારે પ્રધાનમંત્રીને કોઇ કેવી રીતે ભ્રમિત કરી શકે. પીએમ પર આરોપ લગાવતા જાવડેકરે જણાવ્યું કે 2જી ઘોટાળાનો પાયો જ પીએમઓમાં નખાયો હતો, માત્ર તેને અંજામ રાજાએ આપ્યું.

કોલસા ઘોટાળામાં પ્રધાનમંત્રીની સીધી ભૂમિકા છે. જ્યારે બીજેપી નેતા યશવંત સિન્હાએ જણાવ્યું કે રાજાએ સત્ય કહ્યું છે કે, જેપીસીની સામે જેટલા ડોક્યૂમેન્ટ્સ છે તે સાબિત કરે છે કે બધા જ રાજાની સાથે હતા. બધી માહિતી હતી અને જાણી જોઇને આંખો બંધ રાખીને બેઠા હતા. જો રાજા દોષી છે તો મનમોહન અને ચિદમ્બરમ પણ દોષી છે.

English summary
JPC has included name of former Prime Minister Atal Bihari Vajpayee in his draft report on the 2G spectrum issue. After this BJP attack UPA government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X