For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપે બધાને પછાડ્યા, દુનિયાની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી બની

લોકસભા ચૂંટણી પહેલા રાજનૈતિક પાર્ટી ભારતીય જનતા પાર્ટીને એક મોટી સફળતા હાથ લાગી છે. ભાજપે બધાને પાછળ છોડી દીધા છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી પહેલા રાજનૈતિક પાર્ટી ભારતીય જનતા પાર્ટીને એક મોટી સફળતા હાથ લાગી છે. ભાજપે બધાને પાછળ છોડી દીધા છે. સોશ્યિલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટીના ફોલોવર્સની સંખ્યા 11 મિલિયન પાર થઇ ચુકી છે. ભારતીય જનતા પાર્ટીએ બધી જ રાજનૈતિક પાર્ટીઓને પછાડીને આ સફળતા મેળવી છે.

આ પણ વાંચો: 'મેજિક ફિગર' જ બચાવી શક્શે મોદીનું નેતૃત્વ, 2019 ચૂંટણી અંગેની 5 મહત્વની વાત

ભાજપની મોટી સિદ્ધિ

ભાજપની મોટી સિદ્ધિ

ભારતીય જનતા પાર્ટીએ બધી જ રાજનૈતિક પાર્ટીઓને પછાડતા ટ્વિટર પર રેકોર્ડ ફોલોવર્સની સંખ્યા પાર કરી છે. ટ્વિટર પર ભારતીય જનતા પાર્ટીના ફોલોવર્સની સંખ્યા 11 મિલિયન (1.1 કરોડ) પાર થઇ ચુકી છે. પાર્ટી ઘ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી છે અને લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ભાજપે ટવિટ કરીને જાણકારી આપી કે તેમને ટ્વિટર પર 11 મિલિયન (1.1 કરોડ) ફોલોવર્સનો આંકડો પાર કરી લીધો છે.

સૌથી મોટી પાર્ટી

સૌથી મોટી પાર્ટી

આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી તરીકે આગળ વધી રહી છે. ભાજપે જાતે આ વાતનો દાવો કર્યો છે કે તેમની પાસે 11 કરોડ કરતા પણ વધારે કાર્યકર્તાઓની ફોઝ છે. હવે પાર્ટીએ ટ્વિટર પર પણ 1 કરોડ કરતા વધારે ફોલોવર્સની સંખ્યા પાર કરી લીધી છે. ભાજપા ટ્વિટર પર પણ દુનિયાની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી બની ચુકી છે.

કોંગ્રેસના ફોલોવર્સ

કોંગ્રેસના ફોલોવર્સ

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન બે પાર્ટી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરપારની લડાઈ ચાલી રહી છે. જ્યાં એક તરફ ટ્વિટર પર ભાજપના ફોલોવર્સની સંખ્યા 11 મિલિયન પહોંચી ગઈ છે, ત્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના ટ્વિટર પર 5.1 મિલિયન ફોલોવર્સ છે.

English summary
BJP becomes party with largest twitter following worldwide breaches 11 million mark
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X