ભાજપ એક વ્યક્તિના હાથની કઠપુતળી છે: સોનિયા ગાંધી
કન્યાકુમારી, 16 એપ્રિલ: કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ બુધવારે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી એક વ્યક્તિના હાથની કઠપુતળી બની ગઇ છે, પરંતુ દેશ તેમના જાળામાં ફસાવાનો નથી. સોનિયાએ જણાવ્યું કે શ્રીલંકાઇ તમિલોના હિત માટે સૌથી વધારે કામ કર્યું છે.
સોનિયાએ ચેન્નઇથી લગભગ 710 કિલોમીટર દૂર કન્યાકુમારીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા જણાવ્યું કે દેશ આજે ધર્મના આધારે વહેચાઇ ગયો છે અને તેનાથી સામાજિક શાંતિને નુકસાન થઇ રહ્યું છે. તેમણે જણાવ્યું કે જો સામાજિક શાંતિ ભંગ થઇ તો દેશની સામાજિક-આર્થિક પ્રગતિ પર પણ ખરાબ પ્રભાવ પડશે.
સોનિયાએ જણાવ્યું કે ભાજપ એક વ્યક્તિના નિયંત્રણમાં છે. તેમણે જનતાને અપીલ કરી કે દેશને એક વ્યક્તિના હાથમાં જવાથી રોકવું પડશે. સોનિયાએ જણાવ્યું કે કોંગ્રેસનું માનવું છે કે સૌને સમાન અવસર મળે અને ભારતનું એ જ સપનું છે.

સોનિયાએ કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારની સિદ્ધિઓને ગણાવતા જણાવ્યું કે સૂચનાનો અધિકાર કાયદો, મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટેનો કાયદો યુપીએ સરકાર જ લાવી છે. તેમણે જણાવ્યું કે 10 વર્ષના કાર્યકાળમાં કરોડો લોગો ગરીબી રેખાથી ઉપર ઉઠ્યા છે.












Click it and Unblock the Notifications
