PM Narendra Modi નો આજે જન્મ દિવસ, રાહુલ ગાંધી સહિત આ નેતાઓએ શુભેચ્છા પાઠવી
PM Narendra Modi નો આજે જન્મ દિવસ, રાહુલ ગાંધી સહિત આ નેતાઓએ શુભેચ્છા પાઠવી
નવી દિલ્હીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થઈ ગયા છે, આ ખાસ દિવસને ભાજવ સેવા દિવસ તરીકે મનાવી રહ્યું છે, તેઓ લોકોને માસ્ક, સેનિટાઈઝર અને દવાઓ વહેંચી રહ્યા છે જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઈ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓએ પણ પીએમ મોદીને જન્મ દિવસની શુભેચ્ચા પાઠવી છે.

ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે રાષ્ટ્રસેવા અને ગરીબ કલ્યાણ પ્રત્યે સમર્પિત દેશના સર્વપ્રિય નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભકામનાઓ. મોદીજીના રૂપમાં દેશને એવું નેતૃત્વ મળ્યું છે જેણે લોક કલ્યાણકારી નીતિઓથી વંચિત વર્ગને વિકાસની મુખ્યધારા સાથે જોડ્યા અને એક મજબૂત ભારતનો પાયો માંડ્યો.
જન્મ
નરેન્દ્ર મોદીને જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ વાડનગરમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. તેઓ દામોદરદાસ મૂલચંદ મોદીના છ બાળકોમાંથી ત્રીજા છે. બાળપણથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા રહ્યા છે અને કિશોરાવસ્થાથી જ તેમનો રાજનીતિ પ્રત્યે ઝુકાવ હતો.












Click it and Unblock the Notifications
