For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેમંત બિસ્વા સરમા બનશે આસામના આગલા મુખ્યમંત્રી, સર્વસંમતિથી વિધાયક દળના નેતા ચૂંટાયા

હેમંત બિસ્વા સરમા બનશે આસામના આગલા મુખ્યમંત્રી, સર્વસંમતિથી વિધાયક દળના નેતા ચૂંટાયા

|
Google Oneindia Gujarati News

આસામમાં ભારતીય જનતા પાર્ટીએ હેમંત બિસ્વા સરમાને સર્વસંમતિથી વિધાયક દળના નેતા પસંદ કર્યા છે. જે બાદ સ્પષ્ટ થઈ જાય છે કે આસામના ભાવી મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા જ હશે. આ અવસર પર ગુવાહાટીમાં હાલના કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, હું સર્વસંમતિથી આસામ રાજ્ય ભાજપ વિધાનમંડળના નેતાના રૂપમાં હેમંત બિસ્વા સરમાને વિધાયક દળના નેતા ઘોષિત કરું છું. કેન્દ્રીય કૃષિ મંત્રી નરન્દ્ર સિંહ તોમરે જાણકારી આપી કે હેમંત બિસ્વા સોમવારે 10 મેના રોજ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આસામના આગલા સીએમ કોણ હશે, આ વાતને લઈ ઘણા દિવસોથી ચર્ચા થઈ રહી હતી. હાલમાં જ દિલ્હીમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ આ મુદ્દાને લઈ વિધાયક દળની બેઠક પણ બોલાવી હતી.

himanta biswa sarma

ભાજપે ચૂંટણી પહેલાં આસામ માટે મુખ્યમંત્રી પદના પોતાના ઉમેદવારની ઘોષણા નતી કરી. એવામાં ભાજપની જીત બાદ આસામમાં સર્બાનંદ સોનેવાલ અને હેમંત બિસ્વાના નામ સીએમ પદ માટે ચર્ચાઈ રહ્યાં હતાં. જે બાદ દિલ્હીમાં મળેલી બેઠકમાં બંને નેતા હાજર રહ્યા હતા અને હેમંત બિસ્વા પર ભાજપે પસંદગી ઉતારી.

126 સભ્યોની આસામ વિધાનસભામાં ભાજપે 60 સીટ પર જીત નોંધાવી છે. ભાજપ સાથે ગઠબંધન કરનાર પાર્ટી આસામ ગણ પરિષદે 9 સીટ અને યૂનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલે 6 સીટ જીતી છે.

જર્મનીથી દિલ્હી પહોંચ્યો 'સંજીવનીનો પર્વત', એક દિવસમાં 4 લાખ લીટર ઑક્સીજન તૈયાર થશેજર્મનીથી દિલ્હી પહોંચ્યો 'સંજીવનીનો પર્વત', એક દિવસમાં 4 લાખ લીટર ઑક્સીજન તૈયાર થશે

કોણ છે હેમંત બિસ્વા? જાણો

હેમંત બિસ્વા સરમાનો જન્મ 1 ફેબ્રુઆરી 1969ના રોજ ગુવાહાટીના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. હેમંત બિસ્વા સરમાની પત્નીનું નામ રિનિકી ભુયાન છે. તેમને બે સંતાન છે. હેમંત બિસ્વાએ ગવરમેન્ટ લૉ કોલેજથી એલએલબી અને ગુવાહાટી કોલેજથી પીએચડીની ડિગ્રી હાંસલ કરી છે. પાંચ વર્ષો સુધી હેમંત બિસ્વાએ ગુવાહાટી હાઈકોર્ટમાં વકાલત કરી છે.

English summary
BJP Chose Phd Degree holder candidate for CM Post of Assam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X