For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિશેલની ધરપકડથી કોંગ્રેસ ડરી, બચાવવા માટે ઉતાર્યા વકીલઃ ભાજપ

ઓગસ્ટા-વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર ગોટાળામાં દલાલીના આરોપી બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલના વકીલ અલજો કે જોસેફના કોંગ્રેસ સાથે જોડાવા અંગે ભાજપે નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ઓગસ્ટા-વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર ગોટાળામાં દલાલીના આરોપી બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલના વકીલ અલજો કે જોસેફના કોંગ્રેસ સાથે જોડાવા અંગે ભાજપે નિશાન સાધ્યુ છે. ભાજપ પ્રવકતા સંબિત પાત્રાએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ કે આ મામલે કોંગ્રેસ નેતાઓને ફસાવાનો ડર છે એટલા માટે મિશેલને બચાવવા માટે પૂરુ જોર લગાવી રહી છે. તેના બધા વકીલ કોંગ્રેસ સાથે જોડાયેલા છે.

આ પણ વાંચોઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018: સટ્ટા બજારમાં ભાજપની બલ્લે બલ્લેઆ પણ વાંચોઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018: સટ્ટા બજારમાં ભાજપની બલ્લે બલ્લે

sambit patra

પાત્રાએ કહ્યુ મિશેલના પ્રત્યાર્પણ બાદ કોંગ્રેસની ઉંઘ ઉડી ગઈ છે એટલા માટે તેણે ત્રણ ત્રણ વકીલ તેને બચાવવા માટે લાગ્યા છે. પાત્રાએ કહ્યુ કે મિશેલના વકીલ જોસેફ, વિષ્ણુ શંકર અને શ્રીરામ પ્રકટ ત્રણે કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને કોંગ્રેસના મોટા નેતાઓ, કપિલ સિબ્બલ અને સલમાન ખુરશીદ સાથે કામ કરી ચૂક્યા છે. પાત્રાએ સવાલ કર્યો કે જોસેફે કાલે કહ્યુ કોઈએ તેમને કેસ લડવા માટે કહ્યુ, કોણે આવુ કરવા કહ્યુ, કોંગ્રેસે આનો જવાબ આપવો જોઈએ.

આ પણ વાંચોઃ ડિયર મોદીજી, 1654 દિવસ થઈ ગયા, તમે પ્રેસ કોન્ફરન્સ નથી કરી, કરી તો જુઓઆ પણ વાંચોઃ ડિયર મોદીજી, 1654 દિવસ થઈ ગયા, તમે પ્રેસ કોન્ફરન્સ નથી કરી, કરી તો જુઓ

બુધવારે મિશેલના વકીલ જોસેફ ઉસીક કોર્ટમાં હાજર થયા બાદ કોંગ્રેસની ઓફિસ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યુ કે તે ભારતીય યુવા કોંગ્રેસના લીગલ ડિપાર્ટમેન્ટના નેશનલ ઈન્ચાર્જ છે. મિશેલ તરફથી હાજર થવા પર તેમણે કહ્યુ હતુ કે તેમની પ્રોફેશનલ અને રાજકીય જવાબદારીઓ અલગ છે. વળી, મિશેલનો કેસ લડવા અંગે કોંગ્રેસે તેમને પાર્ટીમાંથી કાઢી દીધા છે.

3600 કરોડ રૂપિયાના ઓગસ્ટા-વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર સોદામાં દલાલીના આરોપી મિશેલને દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે બુધવારે પાંચ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા છે. બુધવારે તેને દિલ્લીની પટિયાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. અદાલતે તેની પાંચ દિવસની કસ્ટડી મંજૂર કરી. સીબીઆઈ તરફથી વકીલ ડી પી સિંહે અદાલતને અમુક મહત્વના મુદ્દાઓ પર પૂછપરછ કરવા માટે પોલિસ કસ્ટડી માંગી હતી. સીબીઆઈ તરફથી કહેવામાં આવ્યુ કે દુબઈના અમુક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર થયા છે જે અંગે તપાસ માટે કસ્ટડી જરૂરી છે. મિશેલને મંગળવારે રાતે સંયુક્ત આરબ અમિરાતથી ભારત લાવવામાં આવ્યો છે.

English summary
BJP Christian Michel lawyer Aljo Joseph from congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X