સિસોદીયાએ બીજેપી પર લગાવ્યો આરોપ, બીજેપીએ AAPના નેતાઓ ખરીદવા ભેગા કર્યા 1075 કરોડ
હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. સાથે જ ગુજરાત ચૂંટણીની તારીખો પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ દરમિયાન દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. શનિવારે એક પ્ર
હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. સાથે જ ગુજરાત ચૂંટણીની તારીખો પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ દરમિયાન દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. શનિવારે એક પ્રેસને સંબોધતા તેમણે કહ્યું કે ભાજપ દિલ્હીના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે 1075 કરોડ રૂપિયા પણ તૈયાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે 28 ઓક્ટોબર પછી આજે પણ એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયોમાં TRS અને AAP ધારાસભ્યોને ખરીદવાની વાત છે.

બીજેપી પર લગાવ્યો આરોપ
પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહ પર આરોપ લગાવતા સિસોદિયાએ કહ્યું કે જો તેઓ આ બધું કરી રહ્યા છે તો તેમની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ. તેમણે કહ્યું કે ભાજપ દ્વારા 43 ધારાસભ્યો માટે 1075 રૂપિયા રાખવામાં આવ્યા છે. આ સિવાય સિસોદિયાએ ભાજપ પર સવાલ ઉઠાવતા કહ્યું કે આટલા પૈસા ક્યાંથી આવે છે? મામલાની તપાસ થવી જોઈએ.

સિસોદીયાએ કરી પ્રેસ કોન્ફરન્સ
નાયબ મુખ્યમંત્રી સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે અમે તમને પહેલા પણ કહ્યું હતું કે ભાજપ મને પણ ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. ભૂતકાળમાં વાયરલ થયેલા એક ઓડિયોનો ઉલ્લેખ કરતા સિસોદિયાએ કહ્યું કે આખરે આ કોણ છે જે સંતોષ જી અને અમિત શાહનું નામ લઈ રહ્યા છે?
|
TRS અને AAPના ધારાસભ્યો ખરીદવાની થઇ રહી છે વાત
કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી સિસોદિયાએ કહ્યું કે 28મીએ એક ઓડિયો સામે આવ્યો હતો. ઓ ઓડીયોમાં ધારાસભ્યોને ખરીદવાની વાત થઈ હતી. તેમજ ઓડિયોમાં બી.એલ.સંતોષને મળ્યાની વાત પણ સામે આવી હતી. આજે ફરી એક નવો ઓડિયો સામે આવ્યો છે. આ નવા ઓડિયોમાં પણ બીજેપીનો દલાલ ટીઆરએસના ધારાસભ્યોને ખરીદવાની વાત કરી રહ્યો છે. આ સાથે ઓડિયોમાં દિલ્હીના 43 ધારાસભ્યોની પણ વાત કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા ઓપરેશન લોટ ચલાવવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
