Karnataka Election: ભાજપનો વિકાસના સહારે સત્તામાં વાપસીનો દાવ, કોંગ્રેસે બનાવી સરકાર વિરોધી રણનીતિ

bjp-congress

Karnataka Election: ચૂંટણી પંચે આજે એટલે બુધવાર, 29 માર્ચે કર્ણાટક ચૂંટણીની તારીખોનુ એલાન કરી દીધુ છે. કર્ણાટકની કુલ 224 વિધાનસભા સીટો પર 10 મેના રોજ મતદાન થશે. ચૂંટણીના પરિણામો 13 મેના રોજ આવશે. તારીખોના એલાન સાથે જ બધા પક્ષોના ચૂંટણી પ્રચારમાં વેગ આવી ગયો છે. કર્ણાટક ચૂંટણીમાં ભાજપ વિકાસના એજન્ડા સાથે એક વાર ફરીથી સત્તામાં આવવાની કોશિશમાં છે. જ્યારે કોંગ્રેસે સરકાર વિરોધી રણનીતિ અપનાવી છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોએ પોતપોતાની જીતનો દાવો કર્યો છે. જ્યાં કોંગ્રેસ ભ્રષ્ટાચાર, બેરોજગારી અને મોંઘવારી મુદ્દે સરકાર સામે સત્તા વિરોધી લહેર સાથે ચૂંટણી લડી રહી છે તો બીજી તરફ ભાજપ વિકાસના કામોના આધારે જીતની લડાઈ લડી રહી છે. કર્ણાટક ચૂંટણી પર, ચિત્તપુરના કોંગ્રેસના ધારાસભ્ય અને પાર્ટી અધ્યક્ષ પ્રિયંક ખડગેએ દાવો કર્યો છે કે તેઓ ચૂંટણી જીતી રહ્યા છે. તેમણે કહ્યુ કે કર્ણાટકના 40 ટકા લોકો સરકારથી કંટાળી ગયા છે, ભાજપ જાતિનુ રાજકારણ રમી રહ્યુ છે અને બેરોજગારી ચરમસીમા પર છે. પાર્ટી 150 બેઠકો સાથે સત્તામાં આવશે.

ભાજપે તેમની સરકારના વિકાસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યુ કે તેઓ ચૂંટણી જીતશે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યુ કે ભાજપ કર્ણાટક ચૂંટણી માટે તૈયાર છે અને રાજ્યમાં ફરી એકવાર પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે. કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્માઈએ કહ્યું કે અમે અમારા તમામ વિકાસ કાર્યો સાથે પહેલાથી જ લોકો પાસે ગયા છીએ. ભાજપનો કોઈ નેતા કોંગ્રેસમાં જોડાશે નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X