For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ કાર્યકારિણીમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર પર થશે ચર્ચા

|
Google Oneindia Gujarati News

પણજી, 5 જૂન : ગોવાના પાટનગર પણજીમાં શુક્રવારથી પવિવાર સુધી યોજનાર ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં વર્ષ 2014માં યોજાનાર લોકસભા ચૂંટણી અને તેમાં પાર્ટી તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર પર ચર્ચા કરવામાં આવશે.

ભાજપના વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું કે પાર્ટી તરફથી પ્રધાનમંત્રી પદના દાવેદારને સામે લાવવાનો સમય આવી ગયો છે. પાર્ટીના એક નેતાએ નામ જાહેર નહીં કરવાની શરત પર કહ્યું કે 'પાર્ટીમાં એ રીતેની ભાવના છે કે પ્રધાનમંત્રી પદના ઉમેદવારના નામ પર હવે નિર્ણય લેવાઇ જવો જોઇએ.'

ભાજપ માટે જોકે આ નિર્ણય કરવો સરળ નહી હોય, કારણ કે આને લઇને પાર્ટીમાં ઘણા મતભદ છે. આ પદ માટે જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષા કોઇનાથી છૂપાયેલી નથી. જ્યારે પાર્ટીની અંદર તથા બહાર પણ તેમના વિરોધીઓની કમી નથી.

narendra modi
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ આડવાણીને હાલમાં જ પ્રધાનમંત્રી પદ માટે મોદીની ઉમેદવારીને ઝટકો આપ્યો છે, જ્યારે તેમણે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની તુલના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઇ સાથે કરી નાખી.

કેટલાંક નેતા પ્રધાનમંત્રી પદ માટે વર્ષ 2009 બાદ એક વાર ફરી અડવાણીના નામને લઇને આગળ વધવા માંગે છે, તો કેટલાંક સુષમા સ્વરાજનું નામ આની માટે આગળ કરી રહ્યા છે.

જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ નરેન્દ્ર મોદીને ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવાના પક્ષમાં નથી, જેમની પાર્ટી ભાજપાના નેતૃત્વવાળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનનો ભાગ છે અને બિહારમાં ભાજપાની સાથે મળીને સરકાર ચલાવી રહી છે.

English summary
Who will be the BJP's prime ministerial candidate for the 2014 Lok Sabha polls? This is likely to be debated when leaders of the party meet in the Goan capital Friday to Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X