For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમલ હાસનના ‘હિંદુ આતંકી'વાળા નિવેદન પર ભડક્યુ ભાજપ, ધરપકડની માંગ

ભારતીય જનતા પાર્ટીએ અભિનેતા-નેતા કમલ હાસન દ્વારા નાથુરામ ગોડસે વિશે કરવામાં આવેલી ટિપ્પણી પર ધરપકડની માંગ કરી છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીએ અભિનેતા-નેતા કમલ હાસન દ્વારા નાથુરામ ગોડસે વિશે કરવામાં આવેલી ટિપ્પણી પર ધરપકડની માંગ કરી છે. રવિવારે કમલ હાસને એક રેલીમાં કહ્યુ હતુ કે મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસે સ્વતંત્ર ભારતનો પહેલો આતંકવાદી હતો. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં હિંદુ મુસ્લિમ રાજકારણ વિશે છેડાયેલી ચર્ચે કમલ હાસને એક નવી હવા આપી દીધી છે. ત્યારબાદ ભાજપ તરફથી તેમના આ નિવેદ પર આકરી પ્રતિક્રિયા આવી છે.

kamal hasan

મક્કલ નિધિ માઈમ (એમએનએમ)ના નેતા કમલ હાસનની ભાજપે ચૂંટણી કમિશનને ફરિયાદ કરી છે. ભાજપનું કહેવુ છે કે કમલ હાસને આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યુ છે. ભાજપે આરોપ લગાવ્યો કે નેતા ધર્મના નામે બે સમૂહો વચ્ચે તિરાડ પાડવાની કોશિશ કરી રહ્યા છે. તમિલનાડુ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એકમની અધ્યક્ષ તમિલિસાંઈ સુંદરરાજને સોમવારે ટ્વીટ કરીને કહ્યુ કે સંવેદનશીલ મુદ્દે બકવાસ કરવો ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. અમે આશા રાખીએ છીએ કે નફરત ભરેલા ભાષણ સામે ચૂંટણી કમિશન દેશના કાયદા મુજબ કાર્યવાહી કરશે.

તમિલિસાઈએ કમલ હાસનને એ સમયની યાદ અપાવી જ્યારે તેમણે ભારત છોડવાની ધમકી આપી હતી, તેમની ફિલ્મ (વિશ્વરૂપમ)ને રિલીઝ થવા દેવામાં આવી નહોતી. હવે તે પોતાને સાચા ભારતીય કહે છે. તેમણે કહ્યુ કે કમલ હાસનની રાજકીય એક્ટિંગ શરૂ થઈ ગઈ છે અને તેમના સ્ક્રીનપ્લેમાં ખોવાઈ જવાની સંભાવના છે. આ તરફ વિવેક ઑબેરોયે પણ કમલ હાસનના નિવેદનની ટીકા કરી છે.

વિવેક ઑબેરોયે લખ્યુ કે પ્રિય કમલ સર, તમે એક મહાન કલાકાર છો. જેમ કલાનો કોઈ ધર્મ નથી હોતો તે જ રીતે આતંકનો પણ કોઈ ધર્મ નથી હોતો. તમે કહી શકો કે ગોડસે એક આતંકવાદી હતો, તમે હિંદુ કેમ નિર્દિષ્ટ કરશો? શું એટલા માટે કે તમે મતોની શોધમાં મુસ્લિમ બહુમત ધરાવતા વિસ્તારમાં હતા? વિવેક ઓબેરોયે આગળ ટ્વીટ કરીને કહ્યુ કે કૃપયા સર, એક નાનો કલાકાર એક મહાન કલાકારને કહેવા ઈચ્છે છે કે આ દેશને ના વહેંચો, આપણે એક છીએ. જય હિંદ.

તમને જણાવી દઈએ કે કમલ હાસને પોતાના ઉમેદવારના પ્રચાર દરમિયાન કહ્યુ કુહેલો હિંદુ આતંકવાદી નાથુરામ ગોડસે હતો. ત્યાંથી આતંકવાદની શરૂઆત થઈ. તેમણે કહ્યુ કે એટલા માટે નથી કહી રહ્યો કારણકે આ મુસ્લિમ બહુમત ધરાવતો વિસ્તાર છે. હું એટલા માટે કહી રહ્યો છુ કારણકે ગાંધીની પ્રતિમા સામે છે. હાસને કહ્યુ કે હું ગાંધીનો ગ્રેટ ગ્રાંડસન છુ. હું અહીં તેમની હત્યા માટે ન્યાય માંગવા આવ્યો છુ. મારા દિલમાં દુઃખ થયુ છે અને હું કહેવા માંગુ છુ કે હું સાચ્ચો ભારતીય છુ અને કોઈ પણ ભારતીય ઈચ્છશે કે દેશમાં શાંતિ જળવાઈ રહે અને દેશમાં સમાનતા રહે.

આ પણ વાંચોઃ જય શ્રીરામ બોલી રહ્યો છુ, હિંમત હોય તો અરેસ્ટ કરી લેજોઃ અમિત શાહઆ પણ વાંચોઃ જય શ્રીરામ બોલી રહ્યો છુ, હિંમત હોય તો અરેસ્ટ કરી લેજોઃ અમિત શાહ

English summary
BJP demands Kamal Hassan's arrest for calling Nathuram Godse Hindu terrorist
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X