For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્ય પુનર્રચના પંચની પુનર્રચના કરવામાં આવે : ભાજપ

|
Google Oneindia Gujarati News

rajnath-singh
નવી દિલ્હી, 1 ઓગસ્ટ : ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહે તેલંગાણા રાજ્ય બનાવવામાં વિલંબ કરવા માટે યુપીએ સરકારની ટીકા કરતા બુધવારે જણાવ્યું હતું કે નવા રાજ્યોની પુનર્રચનાની માંગો પર વિચાર કરવો જોઇએ. આ કાર્યમાં સરળતા માટે રાજ્ય પુનર્રચના પંચની પુનર્રચના કરવી જોઇએ.

તેમણે જણાવ્યું કે "કાશ, જે યુવાનોએ અલગ તેલંગાણા રાજ્ય માટે પોતાની કુરબાની આપી તેઓ પણ તેની પુનર્રચનાને જોઇ શક્યા હોત. અમને તેનું દુ:ખ છે. આવું એટલા માટે થયું કારણ કે આ અંગેનો નિર્ણય સમયસર લઇ શકાયો નથી."

વિવિધ જૂથો દ્વારા અલગ રાજ્ય બનાવવા અંગે ઉઠેલી માંગણીઓ અંગે રાજનાથ સિંહે જણાવ્યું કે "નવા રાજ્ય પુનર્રચના પંચની પુનર્રચના થવી જોઇએ જેથી તે સામાજિક અને આર્થિક સ્થિતિ પર વિસ્તારથી રિપોર્ટ આપે. આ માટે બધા જ રાજકીય પક્ષો સાથે વાત કરીને કેન્દ્રએ રાજ્ય પુનર્રચના પંચની પુનર્રચના કરવા અંગેનો નિર્ણય લેવો જોઇએ."

ભાજપના નેતાઓનું કહેવું છે કે રાજ્ય પુનર્રચના પંચની પુનર્રચના કરવાથી અલગ રાજ્યોની તમામ દરખાસ્તો પર વિચાર કર્યા બાદ સંસદમાં તે અંગે વ્યાપક ચર્ચા કરીને અંતિમ નિર્ણય લેવામાં આવશે.

English summary
BJP demands recommissioning of state reorganisation commission
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X