For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપે 'રામ' જેઠમલાણીને ફટકર્યો છ વર્ષનો વનવાસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ram-jethmalani
નવી દિલ્હી, 28 મે: વરિષ્ઠ અધિવક્તા તથા ભાજપના વરિષ્ઠ નેતા રહી ચૂકેલા રામ જેઠમલાણીને ભારતીય જનતા પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવ્યાં છે. મળતી માહિતી મુજબ રામ જેઠમલાણીને પાર્ટીમાંથી 6 વર્ષ માટે તગેડી મુકવામાં આવ્યાં છે.

રામજેઠમલાણી હાલમાં રાજ્ય સભાના સાંસદ હતા. તેમને ગત વર્ષે નવેમ્બર મહિનામાં પાર્ટીમાંથી સસ્પેંડ કરવામાં આવ્યાં હતા. તે દરમિયાન તેમને પાર્ટીની ખૂબ જ ટીકા કરી હતી અને કેટલાક મુદ્દાઓને લઇને તેમને પાર્ટીનો ઘેરાવો કર્યો હતો. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરીની કંપનીમાં કથિત નાણાંકીય હેરાફેરી મુદ્દે તેમને આકરા પ્રહારો કર્યા હતા.

રામ જેઠમલાણી પોતાની પાર્ટી નેતૃત્વના વિરૂદ્ધ પહેલાંથી જ નારાજગી વ્યક્ત કરી ચૂક્યાં છે. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાને લઇને તેમના સમર્થનમાં રામ જેઠમલાણીએ રાગ છેડ્યો હતો. અને ત્યારબાદ સીબીઆઇ નિર્દેશક રંજીત સિંહાની નિમણૂક મુદ્દે નિવેદન આપી રામ જેઠમલાણી પોતાની પાર્ટી માટે ગળાની હડ્ડી બની ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત 25 નવેમ્બરના રોજ રામ જેઠમલાણીને પાર્ટીમાંથી સસ્પેંડ કરવામાં આવ્યાં હતા. આ સસ્પેન્શન રામ જેઠમલાણીના તે નિવેદન બાદ કરવામાં આવ્યું હતું જેમાં તેમને સીબીઆઇ નિર્દેશકની નિમણૂકને યોગ્ય ગણાવી હતી. આ ઉપરાંત તેમને પાર્ટી નેતૃત્વને કાર્યવાહી કરવા માટે પણ પડકાર ફેંક્યો હતો. જો કે રામ જેઠમલાણીએ સીબીઆઇ નિર્દેશક રંજીત સિંહાની નિમણૂકની ટીકા કરવા માટે બદલ પોતાની પાર્ટી પર હુમલો કર્યો હતો. આ વરિષ્ઠ વકિલે પૂર્તિ સમૂહમાં નાણાંકીય અનિયમિતતાનો મુદ્દો સામે આવ્યા બાદ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરી પણ નિશાન તાક્યું હતું.

English summary
The Bharatiya Janata Party (BJP) on Tuesday expelled noted lawyer Ram Jethmalani from the party's primary membership.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X