For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપની આ મહિલા નેતાએ પ્રજ્ઞા ઠાકુરની મુસીબત વધારી

માલેગાંવ બ્લાસ્ટ આરોપી પ્રજ્ઞા ઠાકુર ને જ્યારથી ભાજપાએ ભોપાલથી ટિકિટ આપી છે ત્યારથી ભારતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

|
Google Oneindia Gujarati News

માલેગાંવ બ્લાસ્ટ આરોપી પ્રજ્ઞા ઠાકુર ને જ્યારથી ભાજપાએ ભોપાલથી ટિકિટ આપી છે ત્યારથી ભારતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. ભાજપે ભોપાલથી કોંગ્રેસના દિગ્વિજય સિંહ સામે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મેદાનમાં ઉતારી છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉતારવા બાબતે વિપક્ષી દળો સતત ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ ભાજપમાં પણ પ્રજ્ઞા ઠાકુરના નિવેદનોને કારણે વિરોધ થવા લાગ્યો છે. ભોપાલ ઉત્તર સીટથી વિધાનસભા ચૂંટણીમાં ભાજપા ઉમેદવાર રહેલી ફાતિમા રસૂલ સીદીકી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ પ્રજ્ઞા ઠાકુર માટે પ્રચાર નહીં કરે.

આ પણ વાંચો: સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી પંચે મોકલી ત્રીજી નોટિસ, હવે આ મામલે થઈ કાર્યવાહી

પ્રજ્ઞા માટે પ્રચાર નહીં: ફાતિમા રસૂલ સીદીકી

પ્રજ્ઞા માટે પ્રચાર નહીં: ફાતિમા રસૂલ સીદીકી

ફાતિમા રસૂલ સીદીકી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપે ભોપાલથી અયોગ્ય ઉમેદવાર પસંદ કર્યો છે. પ્રજ્ઞા ઠાકુર ભોપાલમાં માહોલ બગાડી રહી છે ફાતિમાએ કહ્યું કે પ્રજ્ઞાના નિવેદનને કારણે શિવરાજ સિંહ ચૌહાણની છબી ખબર થઇ છે, જેમનો મુસલમાન સાથે સારો સંપર્ક હતો. શિવરાજ સિંહ ચૌહાણ ગંગા જમુના વિચારના મજબૂત સમર્થક છે.

પ્રચાર માટે આ શરત રાખી

પ્રચાર માટે આ શરત રાખી

ફાતિમા રસૂલ સીદીકી ઘ્વારા જણાવવામાં આવ્યું કે બીજા પણ સારા ઉમેદવાર ભોપાલ માટે પસંદ કરી શકતા હતા પરંતુ પાર્ટીએ અયોગ્ય ઉમેદવારને પસંદ કર્યો. ફાતિમા રસૂલે ચૂંટણી પ્રચાર કરવાની શરત રાખતા કહ્યું કે જો તેઓ પોતાના સાંપ્રદાયિક અને અપ્રિય નિવેદનો માટે મુસલમાનોની માફી માંગે, ત્યારે જ તેઓ તેમના માટે પ્રચાર કરશે.

સાધ્વી પ્રજ્ઞાનો દાવો, ગૌમૂત્ર પીવાથી મારુ કેન્સર મટી ગયું

સાધ્વી પ્રજ્ઞાનો દાવો, ગૌમૂત્ર પીવાથી મારુ કેન્સર મટી ગયું

ભોપાલ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પોતાની કેન્સર બીમારી અંગે મોટો ખુલાસો કર્યો છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ગૌમૂત્ર પીને તેમને કેન્સરનો ઉપચાર કર્યો છે. એક ટીવી કાર્યક્રમ દરમિયાન તેમને કહ્યું હતું કે જે રીતે ગાયો સાથે વર્તન કરવામાં આવે છે તે દુઃખદ છે. તેમને કહ્યું કે ગૌધન અમૃત છે.

બાબરી મસ્જિદને તોડવા માટે તેઓ ઉપર ચઢ્યા હતા

બાબરી મસ્જિદને તોડવા માટે તેઓ ઉપર ચઢ્યા હતા

પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે બાબરી મસ્જિદને તોડવા માટે તેઓ ઉપર ચઢ્યા હતા હવે મંદિર નિર્માણ માટે પણ તેઓ ઉપર ચઢીને બનાવશે. ચૂંટણી પંચ દ્વારા ઠાકુરના આ નિવેદનને ચેતવણી આપવામાં આવી છે. મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી વીએલ કાન્તા રાવે પ્રજ્ઞા ઠાકુરને ચેતવણી આપી છે.

English summary
BJP's Fatima Rasool says ready to campaign for pragya thakur if she apologises to Muslims
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X