For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપની મહિલા નેતાના પુત્ર અને મિત્ર પર યૌન શોષણનો આરોપ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઇંદોર, 26 ડિસેમ્બર: મધ્ય પ્રદેશમાં ફરી એકવાર ભાજપની સરકાર બની ગઇ છે. સરકાર બનાવાની સાથે જ ભાજપ નેતાઓની દાદાગીરી સામે આવી ગઇ છે. ઇંદોરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાજપની એક મહિલા નેતાના પુત્ર પર બળાત્કારનો ગંભીર આરોપ લાગ્યો છે.

ભાજપના નેતાના પુત્ર અને તેના મિત્ર પર બે તરૂણ છોકરીએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. ભાજપ મહિલા મંચની જિલ્લાધ્યક્ષ મંજૂ જોશીના પુત્ર વિજય જોશી અને તેમના મિત્ર પર છોકરીઓની સાથે અશ્લિલ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ સૂત્રોનું માનીએ તો દેપાલપુર પોલીસમથકમાં વિજય જોશી અને નાગેશ્વર પાંચાલ પર બે તરૂણ છોકરીઓએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. બંને છોકરીઓને લલચાવી ફોસલાવી તેને ફરવા માટે સુમસામ પહાડી પર લઇ ગયા અને તેમની સાથે અશ્લીલ ચેનચાળા શરૂ કરી દિધા.

rape-new

જો કે છોકરીઓએ હોબાળો મચાવતાં બંને ડરીને ત્યાંથી ભાગી ગયા હતા. પીડિત છોકરીઓએ પોલીસને આપેલા નિવેદન અનુસાર તે પહેલાંથી જ તેમને જાણતી હતી. છોકરીઓની ફરિયાદના આધારે વિજય અને નાગેશ્વર વિરૂદ્ધ આઇપીસી કલમ 354 (એ) (જાતીય સતામણી) અને લૈંગિક અપરાધોથી બાળકોના સંરક્ષણ અધિનિયમ 2012 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કેસ દાખલ કર્યા બાદ પોલીસ આરોપીઓની શોધમાં લાગી ગયા છે.

English summary
BJP Female leader son and his friend charged with sexual harassment 2 girl in Madhya pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X