મધ્ય પ્રદેશઃ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું ભાજપ, કમલનાથ સરકારના ફ્લોર ટેસ્ટની માંગ કરી
મધ્ય પ્રદેશઃ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું ભાજપ, કમલનાથ સરકારના ફ્લોર ટેસ્ટની માંગ કરી
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં વિધાનસભાની કાર્યવાહીને 26 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વિધાનસભામાં રાજ્યપાલ લાલજી ટંડનના અભિભાષણ બાદ સદનની કાર્યવાહીને 26 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. સ્પીકરે કહ્યું કે કોરોનાવાઈરસના વધતા સંક્રમણને જોતા વિધાનસભાની કાર્યવાહીને આગળ વધારવામાં આવી છે. જ્યારે ફ્લોર ટેસ્ટની માંગને લઈ વિપક્ષી દળ ભાજપે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં ભાજપના નેતા અને પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ તરફથી આ અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં ભાજપે 12 કલાકમાં ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટમાં આ અરજી પર કાલે સુનાવણી થશે. 22 ધારાસભ્યોના રાજીનામા બાદ પ્રદેશની કમલનાથ સરકાર સંકટમાં ઘેરાઈ ગઈ છે. ભાજપનું કહેવું છે કે કમલનાથ સરકાર અલ્પમતમાં આવી ગઈ છે જ્યારે સત્તાધારી પાર્ટી આરોપ લગાવી રહી છે કે ભાજપે તેમના ધારાસભ્યોને બંધક બનાવી રાખ્યા છે.
અગાઉ રાજ્યપાલે સીએમ કમલનાથને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે તેમના અભિભાષણ બાદ વિધાનસભામાં તેઓ આજે જ બહુમત પરીક્ષણ કરાવે પરંતુ આજે વિધાનસભાની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. સદનની કાર્યવાહી સ્થગિત થયા બાદ ભાજપ નેતા રાજભવન પહોંચ્યા હતા. નેતા પ્રતિપક્ષ ગોપાલ ભાર્ગવે રાજભવનમાં રાજ્યપાલ લાલજી ટંડન સાથે મુલાકાત કરી.
આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ પણ રાજભવન પહોંચ્યા હતા. રાજ્યપાલ સાથે મુલાકાત બાદ જ્યારે તેઓ બહાર આવ્યા તો મીડિયાકર્મીઓએ તેમની આ મુલાકાત વિશે પૂછ્યું. જેના પર દિગ્વિજય સિંહે કહ્યું કે રાજ્યપાલ લાલજી ટંડન સાથે તેમના મીઠા સંબંધ છે અને આ ઔપચારિક મુલાકાત હતી, એકેય રાજનૈતિક મુદ્દા પર આ દરમિયાન કોઈ ચર્ચા થઈ નથી.












Click it and Unblock the Notifications
