કર્ણાટકઃ ભાજપ મહાસચિવની ચાકૂ મારીને કરપીણ હત્યા

કર્ણાટકમાં ચૂંકમંગલૂરના ભાજપ મહાસચિવ અનવરની ગઈ રાતે હત્યા કરી દેવામાં આવી. ચિંકમંગલૂરના ગૌરી કાલુવે વિસ્તારમાં અજ્ઞાત બાઈક સવારઓએ અનવરની ચાકૂ મારીને કરપીણ હત્યા કરી દીધી છે.

કર્ણાટકમાં ચૂંકમંગલૂરના ભાજપ મહાસચિવ અનવરની ગઈ રાતે હત્યા કરી દેવામાં આવી. ચિંકમંગલૂરના ગૌરી કાલુવે વિસ્તારમાં અજ્ઞાત બાઈક સવારઓએ અનવરની ચાકૂ મારીને કરપીણ હત્યા કરી દીધી છે. ઘટના ગઈકાલે રાતે લગભગ 9.30 કલાકે ઘટી હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. હાલમાં પોલિસ આ મામલાની તપાસ કરી રહી છે. સમાચારો અનુસાર અનવર પર આ જાનલેવા હુમલો ત્યારે થયો જ્યારે તે કોઈ કાર્યક્રમમાંથી પાછા ફરી રહ્યા હતા.

anwar bjp

હુમલામાં ગંભીર રીતે ઘાયલ ભાજપ મહાસચિવને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા જ્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા. હુમલાખોરોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. સમગ્ર મામલાને પોલિસ ખાનગી અદાવતના એંગલથી જોઈ રહી છે. જ્યારે સ્થાનિક ભાજપ નેતાઓ આને ષડયંત્ર ગણાવી રહ્યા છે. હત્યારાઓને પકડવા માટે પોલિસ પર ખૂબ દબાણ છે.

છેલ્લા થોડાક દિવસોથી ભાજપ-આરએસએસ કાર્યકર્તાઓની તબક્કાવાર હત્યાના કારણે પહેલાથી જ તણાવ છે અને હવે ભાજપ મહાસચિવની હત્યાએ રાજકીય પારો ચઢાવી દીધો છે. પોલિસ અધિકારીઓનુ કહેવુ છે કે તપાસ બાદ કંઈ કહી શકાશે. પોલિસ હત્યારાઓની તપાસ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X