નરેન્દ્ર મોદીની કાનપુર રેલીમાં સામેલ થશે અખિલેશ!
લખનઉ, 8 ઓક્ટોબર: સમાજવાદી પાર્ટીના પ્રમુખ ભાજપથી અંતર બનાવેલું છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો વિરોધ કરનાર મુલાયમ સિંહએ ભલે તેમની સાથે અંતર બનાવેલું હોય, પરંતુ મોદીની કાનપુર રેલી લાગે છે કે અ બંને પાર્ટીઓ વચ્ચે દિવાલની ઓછી કરવામાં સફળ થશે.
ભાજપના કાનપુરમાં નરેન્દ્ર મોદીની રેલીમાં સામેલ થવા માટે પ્રદેશના મુખ્યમંત્રી અને મુલાયમ સિંહ યાદવના પુત્ર અખિલેશ યાદવને પણ આમંત્રણ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 19 ઓક્ટોબરના રોજ કાનપુરના ગૌતમ બુદ્ધ પાર્કમાં નરેન્દ્ર મોદીની વિશાલ રેલી થવાની છે. ભાજપ કાર્યકર્તા નરેન્દ્ર મોદીની આ રેલીને ખાસ બનાવવામાં જોડાયા છે. રેલીની તૈયારીઓમાં જોડાયેલા ભાજપના એક પ્રદેશ સચિવ અનુસાર રાજ્યપાલ બીએલ જોશી અને અખિલેશ યાદવને રેલીમાં પધારવાનું આમંત્રણ આપવામાં આવશે.

એવામાં જોવા જેવી વાત એ છે કે અખિલેશ યાદવ ભાજપના આ આમંત્રણને સ્વિકાર કરે છે કે નહી. જો અખિલેશ નરેન્દ્ર મોદીના આ આમંત્રણને સ્વિકાર કરી રેલીમાં તેમની સાથે મંચ પર આવે છે તો આ ભાજપ અને સપા વચ્ચે નવા સંબંધની શરૂઆત માનવામાં આવી શકે છે જ્યારે અખિલેશ યાદવ આ રેલીમાં સામેલ થતાં કોંગ્રેસની મુશ્કેલીઓ વધી જશે.












Click it and Unblock the Notifications
