For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાંચેય રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળી નિરાશા, કોંગ્રેસની જબરી જીત

પાંચેય રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળી નિરાશા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ ફાઈનલી આવી ગયાં છે. લોકસભા 2019 માટે સેમીફાઈનલ ગણાતી આ વિધાનસભા ચૂંટણીના પરિણામ મોદી સરકારની ઊંઘ ઉડાડી દે તેવાં છે. ભાજપ શાસિત ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસે કાંટાની ટક્કર આપી છે અને શક્યતા છે કે ત્રણેય રાજ્ય ભાજપના હાથમાં છીનવાઈ શકે. ચૂંટણી પરિણામો આવતાની સાથે જ કોંગ્રેસી કાર્યકરોમાં જશ્નનો માહોત જોવા મળી રહ્યો છે. અહીં જાણો પાંચેય રાજ્યોમાં કેવી સ્થિતિ છે...

congress

મધ્ય પ્રદેશમાં કુલ 230 સીટમાંથી 115 સીટ પર કોંગ્રેસ આગળ છે જ્યારે ભાજપ માત્ર 105 સીટ પર જ આગળ છે, IND 4 સીટ પર અને અન્ય 5 સીટ પર આગળ ચાલી રહ્યા છે. રાજસ્થાનની વાત કરીએ તો અહીં કોંગ્રેસ 78 સીટ પર આગળ છે અને 22 સીટ જીતી લીધી છે કુલ 100નો આંકડો કોંગ્રેસ પાર કરી શકે છે, ભાજપ 58 પર આગળ છે અને 15 સીટ જીતી લીધી છે આમ ભાજપ 73 પર આવીને અટકી જાય તેવી સ્થિતિ છે, આઈએનડીની 9 સીટ પર લીડ અને સીટ પર જીત હાંસલ કરી છે જ્યારે અન્યોએ 6 સીટ પર જીત હાંસલ કરી છે અને 8 સીટ પર આગળ છે.

છત્તીસગઢમાં 90 સીટમાંથી કોંગ્રેસે 15 સીટ પર જીત મેળવી છે અને 50 સીટ પર હજુ આગળ છે જ્યારે ભાજપ માત્ર 3 સીટ પર જ જીત મેળવી શક્યું અને 14 સીટ પર આગળ છે. બીએસપી ગઠબંધન 1 સીટ જીતી શક્યું અને 7 સીટ પર આગળ છે. તેલંગાણાની વાત કરીએ તો અહીં 119 સીટમાંથી ટીઆરએસ 84 સીટ પર જીત નોંધાવી ચૂકી છે અને 3 સીટ પર હજુ આગળ છે, ટીડીપી અને કોંગ્રેસ ગઠબંધન 19 સીટ પર જીત મેળવી ચૂક્યું છે અને 2 સીટ પર આગળ છે, AIMIM 7 સીટ પર કબ્જો જમાવી શક્યું જ્યારે અન્યો 3 સીટ પર જીત મેળવી શક્યા અને 1 સીટ પર આગળ છે.

પૂર્વોત્તરનું રાજ્ય મિઝોરમની વાત કરીએ તો અહીંની 40 સીટમાંથી 26 સીટ જીતી મિઝો નેશનલ ફ્રન્ટે સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવવાનો દાવો કર્યો છે. આઈએનડીની 8 સીટ પર જીત મળી છે જ્યારે કોંગ્રેસને 5 સીટ પર અને અન્યોને 1 સીટ પર જીત મળી છે. ચૂંટણી પંચ તરફથી ફાઈનલ આંકડા આવવાના બાકી હોય આ આંકડાઓમાં તફાવત હોય શકે છે.

આ પણ વાંચો- ચૂંટણી રૂઝાનઃ રાજસ્થાન, એમપી, છત્તીસગઢમાં ભાજપને ઝટકો, કોંગ્રેસે કર્યો સરકાર બનાવવાનો દાવો

English summary
bjp got disappointments, voters choose to stand with congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X