ભાજપને છે ગડકરી પર વિશ્વાસ, બની રહેશે પાર્ટી અધ્યક્ષ

આ સાથે જ બીજેપીએ પોતાના અધ્યક્ષ નીતિન ગડકરીને ક્લિન ચિટ આપી દીધી છે. પાર્ટી અધ્યક્ષ નીતિન ગડકરીને વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ અને સંઘ-બીજેપી વચ્ચેની એક કડી એસ ગુરૂમૂર્તિના અહેવાલના આધારે નિર્દોશ બતાવી દીધા છે.
બેઠક બાદ પાર્ટી પ્રવક્તા રવિશંકર પ્રસાદે જણાવ્યું કે 'લોકસભામાં વિપક્ષી નેતા સુષમા સ્વરાજ અને રાજ્યસભામાં વિપક્ષી નેતા અરૂણ જેટલીએ એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે કે, જેના અનુસાર પૂર્તિ ગ્રૂપની જે 18 કંપનીઓને લઇને ગડકરી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે, તેમાં ગડકરીએ કાનૂની અને નૈતિક રીતે કોઇ વાંધાજનક કાર્ય કર્યુ નથી.'
આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'પક્ષને ગડકરી પર પૂરેપૂરો વિશ્વાસ છે, તેમણે ખુદ તપાસની વાત કરી છે.' પાર્ટી પ્રવક્તાએ એ પણ જણાવ્યું હતું કે નીતિન ગડકરી જ પાર્ટીના અધ્યક્ષ બની રહેશે.












Click it and Unblock the Notifications
