ઉદ્ધવ-આદિત્ય ઠાકરેએ નતમસ્તક થઇ માંગ્યા વોટ

13 ઓક્ટોબર: ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે 100 દિવસમાં સરકારે શું કામ કર્યું છે તે ખબર નથી પરંતુ રેલ ભાડું જરૂર વધારી દિધું. મુંબઇમાં રેલી દરમિયાન ભાજપના નેતાઓ પર જોરદાર ઉદ્ધવ ઠાકરે વરસ્યા. પોતાની રેલીઓમાં કોંગ્રેસ એનસીપીના મુકાબલે ઉદ્ધવ ઠાકરે ભાજપ પર વધુ નિશાન સાધી રહ્યાં છે.

રેલીને સંબોધિત કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો શિવસેના 15 ઓગષ્ટના રોજ યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે સીટોની વહેંચણી સંબંધમાં ભાજપની માંગ સ્વિકાર કરત તો તે સમાપ્ત થઇ જાત.

તેમણે કહ્યું કે ''હું તમારા સમર્થન અને તાકતથી લડી રહ્યો છું અને ભાજપ રાજ્યમાં ક્યારેય સત્તામાં આવી શકશે નહી.'' પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇની કવિતા 'કદમ મિલા કર ચલના હોગા'નો ઉલ્લેખ કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો બાળા સાહેબ ઠાકરે હોત અને વાજપાઇનો સાથ હોત તો 25 વર્ષ જૂનું ગઠબંધન તૂટતું નહી.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમની પાર્ટી સત્તામાં આવી તો કર્ણાટકથી મરાઠી ભાષી વિસ્તારોને પરત લાવવામાં આવશે. તેમણે તે સર્વેક્ષણોને નકારી કાઢી જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ ચૂંટણી બાદ એકલી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરશે.

aditya-uddhav

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું ''મને શિવસૈનિકો પર પુરો વિશ્વાસ છે કે જે આ સુનિશ્વિત કરશે કે આગામી સરકાર શિવસેનાની હોય. લોકસભામાં કોઇપણ સર્વેક્ષણમાં આ સંકેત આપ્યા ન હતા કે શિવસેનાને 18 સીટો મળશે.'' તેમણે સંકેત આપ્યા કે જો તેમની પાર્ટી સત્તામાં આવે તો તે મુખ્યમંત્રી બનતાં અચકાશે નહી. તેમણે કહ્યું કે ''મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી દિલ્હી આગળ ઝુકશે નહી.''

તેમણે કહ્યું કે ''વર્ષ 2016 શિવસેનાની સુવર્ણ જયંતિ વર્ષ હશે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી આ અવસર પર જશ્ન મનાવશે. વર્ષ 2016 સુધી હું તે લગભગ 50 કલ્યાણકારી યોજનાઓને લાગૂ કરી ચૂક્યો હોઇશ જેની શિવસેનાના વિઝન દસ્તાવેજમાં પરિકલ્પના કરવામાં આવી છે.'' રાજ્યમાં સ્વાસ્થ્ય, અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તારમાં ઉપેક્ષા માટે તેમણે પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણની ટીકા કરી.

એનસીપી નેતા અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી આર આર પાટિલની, રેપ અને ચૂંટણી પર વિવાદિત નિવેદનો માટે ટીકા કરતાં ઉદ્ધવ ઠાકરે પૂછ્યું ''શું તમે આવા અશિષ્ટ લોકોને વોટ આપશો.

ચૂંટણી રેલી દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો કે આ ચૂંટણી શિવસેના જરૂર જીતશે અને આગામી મુખ્યમંત્રી શિવસેનાનો હશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. મહારાષ્ટ્રમાં આજે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે ત્રણ જગ્યાએ રેલી કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X