For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલના આવાસની બહાર કરી હતી તોડફોડ, હવે ભાજપ પ્રદેશ અધ્યક્ષે કર્યા બધા કાર્યકર્તાઓને સમ્માનિત

ભારતીય જનતા પાર્ટી(ભાજપ)એ પોતાના એ બધા કાર્યકર્તાઓને સમ્માનિત કર્યા છે જેમણે થોડા દિવસો અગાઉ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આવાસ પર તોડફોડ કરી હતી.

|
Google Oneindia Gujarati News

દિલ્લીઃ ભારતીય જનતા પાર્ટી(ભાજપ)એ પોતાના એ બધા કાર્યકર્તાઓને સમ્માનિત કર્યા છે જેમણે થોડા દિવસો અગાઉ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આવાસ પર તોડફોડ કરી હતી. આ સમ્માન કાર્યક્રમ દિલ્લી ભાજપ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં સંપન્ન થયો છે. તમને જણાવી દઈએ કે સીએમ કેજરીવાલના આવાસ પર તોડફોડ કરનાર ભાજપ કાર્યકર્તા હમણા જ દિલ્લી હાઈકોર્ટમાંથી જામીન પર છૂટ્યા છે.

BJP

કોર્ટે તેમને એમ કહીને જામીન આપ્યા હતા કે આ મામલે આરોપોની યોગ્ય તપાસ કરવા માટે ન્યાયિક કસ્ટડીમાં રાખવા ઠીક નથી. જો કે, આ પહેલા અધિક સત્ર ન્યાયાલયે તોડફોડ કરવા બાબતે ધરપકડ કરાયેલા 8 લોકોની જામીન અરજી પર સુનાવણી કરીને કહ્યુ હતુ કે આ શાંતિપૂર્વક વિરોધ કરવાના મૌલિક અધિકારથી ઘણુ વધુ છે. આ ટિપ્પણી સાથે જ કોર્ટે જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો.

વળી, હવે જામીન મળ્યા બાદ ભાજપના આ આઠ કાર્યકર્તાઓને પ્રદેશ ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ ગુરુવારે પાર્ટી કાર્યાલય માળા પહેરાવીને સ્વાગત કર્યુ. સાથે જ આદેશ ગુપ્તાએ પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને સીએમ કેજરીવાલ પર નિશાન સાધ્યુ. તેમણે લખ્યુ, 'હિંદુ વિરોધી કેજરીવાલ સામે પ્રદર્શન કરતી વખતે જેલમાં ગયેલા ભાજપ યુવા મોરચાના 8 કાર્યકર્તાઓને 14 દિવસ બાદ કોર્ટ દ્વારા જામીન મળ્યા. આજે પ્રદેશ કાર્યાલયમાં પોતાના આ યુવા ક્રાંતિકારીઓનુ સ્વાગત કર્યુ. અમારા પ્રત્યેક કાર્યકર્તા હિંદુ વિરોધી તાકાતો સામે સદૈવ લડતા રહેશે.'

વળી, આના પર આમ આદમી પાર્ટીની આકરી પ્રતિક્રિયા પણ સામે આવી છે. દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ભાજપ નિશાન સાધીને કહ્યુ, 'સીએમ કેજરીવાલના ઘરે જાનલેવા હુમલો કરનારા ભાજપ કાર્યકર્તાઓને ભાજપ ફૂલોની માળા પહેરાવીને સમ્માનિત કરી રહી છે. સાબિત છે કે ભાજપ માત્ર ગુંડાઓને પોતાની પાર્ટીમાં શામેલ જ નથી કરતી પરંતુ ગુંડાગિરી અને લફંગાઈને બેશરમીથી વર્ચસ્વ પણ આપે છે.'

શું હતો મામલો

30 માર્ચે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરેની બહાર ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યુ હતુ. આ દરમિયાન કેજરીવાલના ઘરની બહેર જોરદાર ઉપદ્રવ અને તોડફોડની ઘટના પણ થઈ હતી. આ હુમલામાં સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી બેરિયર પણ તોડી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ દિલ્લી પોલિસે ઘટના સ્થળે પહોંચીને ઘણા કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી.

English summary
BJP honored workers accused of vandalizing CM Kejriwal residence
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X