મોદીની દિલ્હીની રેલીમાં ભાગ લેશે ઓબામાની પ્રતિનિધિ!
નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર: ભલે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકાના વિઝા ન મળી રહ્યાં હોય પરંતુ ભાજપ અમેરિકન પ્રતિનિધીઓને નરેન્દ્ર મોદીની સાથે જુગાટની જરૂર છે. દિલ્હીમાં 29 સપ્ટેમ્બરે થનારી નરેન્દ્ર મોદીની રેલીમાં આવવા માટે ભારતમાં અમેરિકી રાજદૂતને નિમંત્રણ આપવામાં આવ્યું છે.
ભાજપના વિદેશી મામલાઓના સંયોજક વિજય જૉલીએ પુષ્ટિ કરી છે કે અમેરિકી રાજદૂર નૈંસી પૉવેલને રેલીનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે. નૈંસી પૉવેલ અમેરિકી દૂતાવાસમાં રાજકીય મામલાઓની સલાહકાર પણ છે.
વિજય જૉલીએ જણાવ્યું હતું કે તેમને અમેરિકાના ડેપ્યુટી ચીફ ઓફ મિશન માઇકલ પેલેટિયર સાથે ખુદ વાત કરીને કહ્યું છે કે ભાજપની મહારેલીમાં અમેરિકાના કોઇ પ્રતિનિધી હોવા જોઇએ.

પરંતુ વિજય જૉલીએ સ્પષ્ટતા રજૂ કરી છે કે નરેન્દ્ર મોદીને અમેરિકાના વિઝામાં કોઇ રસ નથી. રેલીનું આમંત્રણ ચીન, સ્વિડન, જર્મની, જાપાન, ઇથોપિયા સહિત 100 દૂતાવાસો અને હાઇકમાંડને મોકલવામાં આવ્યું છે.
દિલ્હીની મુખ્યમંત્રીને શીલા દિક્ષીતને પણ રેલીનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે. શીલા દિક્ષીતને એક મેઇલ મોકલવામાં આવ્યો છે જેમાં તેમને રેલીમાં સામેલ થવા અને કોંગ્રેસ વિરૂદ્ધ લોકોને ગુસ્સો જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. દિલ્હી ભાજપ અધ્યક્ષ વિજય ગૉયલનું કહેવું છે કે આ નિમંત્રણ વિભિન્ન દેશોને નરેન્દ્ર મોદીના ભાષણોમાં રૂચિ દાખવ્યા બાદ મોકલવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
