For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજેપીનું 17થી 30 જૂન સુધી જેલ ભરો આંદોલન

|
Google Oneindia Gujarati News

naqvi
નવી દિલ્હી, 14 જૂન : ભાજપા યુપીએ સરકારના કહેવાતા ઘોટાળા, ભ્રષ્ટાચાર અને સંવૈધાનિક સંસ્થાઓના દુરુપયોગના વિરોધમાં 17થી 30 જૂન સુધી દેશ ભરમાં જેલ ભરો આંદોલન કરશે જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પોતાની ગિરફ્તારીઓ વહોરશે.

પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કેન્દ્રીય કાર્યક્રમ અમલીકરણના સંયોજક મુક્તાર અબ્બાસ નકવીએ આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે આ દરમિયાન 25 અને 26 જૂન ભારતીય લોકતંત્રના ઇતિહાસનો એ કાળો દિવસ હતો જ્યારે કોંગ્રેસે દેશમાં ઇમરજન્સી લગાવીને લોકતાંત્રિક અને સંવૈધાનિક મૂલ્યોની હત્યા કરી દીધી હતી. નકવીના અનુસાર 25 અને 26 જૂનના રોજ દેશના મોટાભાગના સ્થળો પર સત્યાગ્રહ અને જેલભરો આંદોલન થશે જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતા ભાગ લેશે.

17 જૂનથી ચાલુ થનારા આ આંદોલનમાં રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ, મુરલી મનોહર જોશી, એમ વેંકૈયા નાયડૂ, નિતિન ગડકરી સહિત પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતા અલગ અલગ સ્થાનો પર જેલ ભરો આંદોલનનું નેતૃત્વ કરશે.

પાર્ટી અનુસાર ભાજપાના પ્રદેશ પ્રભારી, બધા જ સાંસદ, વિધાયક અને અન્ય લોકપ્રતિનિધિ પોતપોતાના રાજ્યોમાં સત્યાગ્રહ આંદોલનમાં ભાગ લેશે. નકવીએ જણાવ્યું કે ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાજ્ય સરકારના મંત્રિઓને સત્યાગ્રહ આંદોલનથી અડગા રાખવામાં આવ્યા છે.

English summary
Seeking to target Congress on the issue of corruption and price rise, BJP will launch a fortnight-long 'jail bharo' agitation across the country from next week.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X