For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રસ્તાની વચ્ચે ભાજપના નેતાની દબંગાઈ, મહિલાના કપડાં ફાડ્યાં

રસ્તાની વચ્ચે ભાજપના નેતાની દબંગાઈ, મહિલાના કપડાં ફાડ્યાં

|
Google Oneindia Gujarati News

મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં ભાજપના આઈટી વિભાગના જિલ્લા સંયોજક દ્વારા એક બાઈક સવાર દંપત્તીને ટક્કર માર્યા બાદ હંગામો થયો હતો. મહિલાના પતિ દ્વારા આનો વિરોધ કરવામાં આવવા પર ભાજપના નેતાએ તેમની સાથે મારપીટ કરી દીધી. જેમાં મહિલાના કપડાં પણ ફાટી ગયાં. ઙટના બાદ પીડિત પતિ-પત્નીએ પોલીસ સ્ટેશને જઈ ભાજપના નેતા વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી છે.

શું છે મામલો

શું છે મામલો

જાણકારી મુજબ મામલો મેરઠ જિલ્લાના સિવિલ લાઈન પોલિસ સ્ટેશન ક્ષેત્રના મેઘદૂત ચોકડીની છે. જણાવી દઈએ કે એક દંપતી સોમવારે દવા લેવા માટે ઘરથી નીકળ્યું હતું. આ દરમિયાન સિવિલ લાઈન પોલીસ ક્ષેત્રમાં મેઘદૂત ચોકડી પર વધુ ટ્રાફિક હતી. ત્યારે ભાજપના નેતાની ગાડીએ બાઈક સવાર દંપત્તિને ટકક્ર મારી હતી. ગાડીની ટક્કર લાગવાના કારણે વિવાદ થયો હતો. જણાવી દઈએ કે ટક્કર મારવાનો મહિલાના પતિએ વિરોધ કર્યો તો ભાજપના નેતાએ દબંગાઈ દેખાડતા તેની સાથે મારપીટ શરૂ કરી દીધી.

મહિલાએ કર્યો હતો વિરોધ

મહિલાએ કર્યો હતો વિરોધ

મહિલાએ મારપીટનો વિરોધ કર્યો તો ભાજપના નેતાએ મહિલા સાથે અભદ્રતા કરી અને કપડા ફાડી નાખ્યાં. આ દરમિયાન આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા અને અડધા કલાક સુધી ભારે હંગામો થયો. આનાથી રસ્તા પર ભારે જામ થઈ ગયો હતો. ઘટનાની સૂચના મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિની જાણકારી મેળવી હતી. પીડિત વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ આપી ભાજપના નેતા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

આઈટી વિભાગના જિલ્લા સંયોજન

આઈટી વિભાગના જિલ્લા સંયોજન

જણાવવામાં આવી રહ્યું છે કે નૌચંદીના જાગૃતિ વિહાર નિવસી દિગ્વિજય સિંહ ભાજપના આઈટી વિભાગના જિલ્લા સંયોજક છે. દિગ્વિજય સિંહ ખુદ ગાડી ચલાવી રહ્યા હતા. પીડિત દંપતીએ જણાવ્યું કે ગાડીમાં કેટલાય લોકો બેઠા હતા, તેમણે પણ તેમની સાથે મારપીટ કરી અને મહિલાના કપડાં ફાડી નાખ્યાં.

જય શ્રી રામના નારાને લઈ મમતા બેનરજીએ ભાજપને ઘેર્યું જય શ્રી રામના નારાને લઈ મમતા બેનરજીએ ભાજપને ઘેર્યું

English summary
bjp leader dabangai on the road in meerut
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X