બિહારમાં ભાજપ નેતાના ઘરમાં બ્લાસ્ટ, 3 ઘાયલ

પટણા, 29 એપ્રિલ: બિહારના મધુબનીમાં ભાજપ નેતાના ઘરમાં બ્લાસ્ટ થયો છે. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. જોકે અફરાતરફરીમાં પોલીસે હાઇ એલર્ટ વધારતા તપાસ શરૂ કરી દીધી છે. આ પહેલા પણ અહીં નક્સલીયોએ ચૂંટણીને નિષ્ફળ બનાવવાનું કાવતરુ ગઢીને ઘણા હુમલા કર્યા હતા.

વિસ્ફોટને પગલે આખા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ભાજપના નેતાના ઘરે બનેલી આ ઘટનાએ આખા રાજનૈતિક વાતાવરણને ગરમ કરી દીધું છે. માનવામાં આવી રહ્યું છે કે આ કાવતરામાં વિરોધીઓનો હાથ હોઇ શકે છે.

આ ઘટનામાં ઘાયલોને હોસ્પિટલભેગા કરી દેવામાં આવ્યા છે. બચાવકાર્યમાં લાગેલી પોલીસ હજી સુધી તપાસનો હવાલો આપીને ઘણા મહત્વના સવાલોને ટાળી રહી છે. શાસન-પ્રશાસન તરફથી અત્યાર સુધી કોઇ અધિકારીક પ્રતિક્રિયા મળી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે આવતી કાલે 30 એપ્રિલના રોજ દેશભરમાં સાતમાં તબક્કાનું મતદાન થવાનું છે. જેના ભાગરૂપે બિહારમાં 7 બેઠકો માટે પણ મતદાન થવાનું છે. જોકે આ વિસ્ફોટની મતદાન પર પણ અસર પડી શકે છે.

bihar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X