આતંકવાદીઓએ અનંતનાગમાં BJPના નેતા ગુલામ રસૂલ ડાર અને તેમની પત્નીની ગોળી મારી કરી હત્યા
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સોમવારના રોજ થયેલા આતંકવાદી હુમલામાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને તેમની પત્નીનું મોત થયું હતું.
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સોમવારના રોજ થયેલા આતંકવાદી હુમલામાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને તેમની પત્નીનું મોત થયું હતું. ભાજપના નેતા અલ્તાફ ઠાકુરે જણાવ્યું કે, કુલગામના ભાજપના કિસાન મોરચાના પ્રમુખ ગુલામ રસૂલ ડાર અને તેમની પત્નીનું અનંતનાગના લાલ ચોક વિસ્તારમાં આતંકવાદીઓએ દંપતી પર ગોળીબાર કર્યો હતો. જે બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે, ભાજપ નેતા ડાર સરપંચ અને અનંતનાગના પક્ષના જિલ્લા પ્રમુખ પણ હતા. આતંકવાદીઓના હુમલા બાદ દંપતીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ પામ્યા હતા. પોલીસે આ હત્યાકાંડ પાછળ આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

આ ઘટનાની થોડા કલાકો પહેલા સુરક્ષા દળોએ ઘાટીના પૂંછ જિલ્લાના એક ઠેકાણામાંથી હથિયારો અને દારૂગોળાનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્વતંત્રતા દિવસ અગાઉ ઝડપાયેલા હથિયારોમાં બે AK-47 રાઇફલ, ચાર AK-47 મેગેઝિન, એક ચાઇનીઝ પિસ્તોલ, 10 પિસ્તોલ મેગેઝિન, ચાર ચાઇનીઝ ગ્રેનેડ અને 257 રાઉન્ડ AK-47 શામેલ હતા.













Click it and Unblock the Notifications
