મધ્ય પ્રદેશઃ સતના નગર પંચાયત CMO પર હુમલો કરનાર ભાજપી નેતાની ધરપકડ

મધ્ય પ્રદેશઃ સતના નગર પંચાયત CMO પર હુમલો કરનાર ભાજપી નેતાની ધરપકડ

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં વધુ એક ભાજપી નેતાની ગુંડાગર્દીનો મામલો સામે આવ્યો હતો જ્યારે ભાજપ પંચાયત અધ્યક્ષ રામ સુશીલ પટેલે ઑફિસમાં ઘૂસી મુખ્ય નગર પંચાયત અધિકરી (CMO) સાથે મારપીટ કરી, આ મારપીટમાં સીએમઓના માથામાં વાગ્યું હતું, જે બાદ તેમને તુરંત હોસ્પિટલે દાખલ કરાવવામાં આવ્યા હતા. આ મામલે ભાજપી નેતાની ધરપકડ કરી લેવામાં આવી છે.

કોર્ટે ભાજપી નેતાને જેલ મોકલ્યો

કોર્ટે ભાજપી નેતાને જેલ મોકલ્યો

પોલીસે સીએમઓ પર જાનલેવા હુમલો કરવા પર મામલો નોંધતા કલમ 353, 332, 294, 506બી/34 લગાવી છે અને ભાજપી નેતાની ધરપકડ કરી અમરપાટન કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં કોર્ટે જામીન અરજીને ફગાવતા રામ સુશીલ પટેલને મૈહર જેલ મોકલી દીધો. ઘટના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે રામનગર પરિષદમાં પીઆઈસીની બેઠક થાય, તે પહેલા અધ્યક્ષ રામ સુશીલ પટેલે પોતાના અડધા ડઝન સમર્થકો સાથે સીએમઓની ચેમ્બરમાં ઘૂસી મારપીટ કરી જેમાં સીએમઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા.

સીએમઓની ઑફિસમાં ઘૂસી મારપીટ કરી હતી

સીએમઓની ઑફિસમાં ઘૂસી મારપીટ કરી હતી

લોહિલોહાણ હાલતમાં સીએમઓને રામગરના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ઈલાજ માટે ભર્તી કરાવવામાં આવ્યો, જે બાદ તેમને સારા ઈલાજ માટે જિલ્લા હોસ્પટિલે રેફર કરી દેવામાં આવ્યો. ઈન્દોરમાં ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયના ધારાસભ્ય દીકરા આકાશ વિજયવર્ગીય દ્વારા એક નિગમ અધિકારીની ક્રિકેટ બેટથી પિટાઈ કરી હોવાના બે દિવસ બાદ જ આ બીજો મામલો સામે આવ્યો છે.

ભાજપના નેતાએ પણ સીએમઓ વિરુદ્ધ કેસ કર્યો

ભાજપના નેતાએ પણ સીએમઓ વિરુદ્ધ કેસ કર્યો

સીએમઓની પિટાઈના મામલે સતના એસપી રિયાઝ ઈકબાલે જણાવ્યું, સીએમઓ બીજેપી નગર પંચાયત અધ્યક્ષ રામસુશીલ પટેલ સાથે મારપીટ કરવાાં આવતાં તેઓ ઘાયલ થયા છે. બંનેએ એકબીજા સામે કેસ નોંધાવ્યો છે. રામપટેલે પણ દાવો કરી રહ્યા છે કે તેમની સાથે મારપીટ કરવામાં આવી છે. તેમનું નિવેદન પણ નોંધી લેવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે પહેલા પણ વિવાદ થઈ ચૂક્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X