For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યોતિષ ઉવાચ્ 'કિરણ બેદી જ બનશે દિલ્હીની મુખ્યમંત્રી'

|
Google Oneindia Gujarati News

કડક અંદાજ, આત્મવિશ્વાસથી ભરપૂર, તાર્કિક ક્ષમતાવાન અને સાફ છબી ધરાવતી દેશની પ્રથમ મહિલા આઇપીએસ કિરણ બેદી 15 જાન્યુઆરી 2015ના રોજ સાર્વજનિક જીવનથી રાજનૈતિક કારકિર્દીમાં પ્રવેશ કર્યો છે. આ ફેરફાર પોતાની મહત્વકાંક્ષા છે અથવા સમયની માંગ? સમય ગતિવાન છે, મન ચલાયમાન છે અને વિચાર પ્રગતિશીલતાનું પ્રતિનિધિત્વ કરે છે. યોગ્ય સમય પર, મનને મૌન કરીને લેવામાં આવેલા નિર્ણય સફળતાના નવા કિર્તીમાન રચવામાં સહાયક બને છે.

kiran bedi
ભાજપમાં કિરણ બેદીનું આવવું એક સમજી-વિચારીને કરવામાં આવેલી રાજનીતિ છે. કારણ કે રાજનીતિમાં કોઇપણ સમજૂતી નિસ્વાર્થભાવે નથી થતી. સમજૂતીમાં જો બંને પક્ષોને લાભ બરાબર દેખાઇ રહ્યો હોય તો સમજૂતી દીર્ઘકાલિન સંબંધોનું સ્વરૂપ લઇ લે છે. ભાજપને એક ઇમાનદાર અને બોલ્ડ નેતાની તલાશ હતી અને કિરણ બેદીને એક મોટા રાજનૈતિક મંચની જરૂરીયાત હતી.

kiran bedi
એક રણનીતિ હેઠળ ભાજપમાં એન્ટ્રી
કિરણ બેદીની એક રણનીતિ હેઠળ ભાજપમાં એન્ટ્રી થઇ છે. પરંતુ અત્રે એ આકલન લગાવવામાં આવ્યું છે શું તેઓ ભાજપ માટે ફળદાયી નિવડશે કે નહીં આવો જોઇએ તેમના નક્ષત્રો દ્વારા.

kiran bedi
પંજાબના અમૃતસર જિલ્લામાં જન્મ
કિરણ બેદીનો જન્મ 09 જૂન 1949, 2 વાગ્યાને 10 મિનિટ પર પંજાપના અમૃતસર જિલ્લામાં થયો હતો. તેમનો જન્મ કન્યા લગ્નમાં થયો છે. કન્યાનો સ્વામી બુધ ભાગ્ય ભાવમાં સૂર્યની સાથે બેઠો છે. નવમાં સ્થાનમાં બેસેલ બુધ કિરણ બેદીને ભાગ્યવાન બનાવી રહ્યો છે. નવમસ્થ બુધ હોવાથી જાતિકા પોતાના કુળને પોતાના જ્ઞાનથી, ધનથી, કર્મથી ઉજ્વળ તથા પ્રસિદ્ધ કરે છે.

kiran bedi
રાજનીતિમાં લાંબુ ટકી શકશે
આપની કુંડળીમાં ચંદ્ર લાભેશ થઇને તૃતીય ભાવમાં વૃશ્ચિક રાશિમાં નીચ થઇને બેઠો છે. વૃશ્ચિકનો સ્વામી મંગળ અષ્ટમ ભાવમાં પોતાની રાશિ મેષમાં મજબૂત થઇને બેઠો છે. આ સ્થિતિ નીચભંગ રાજયોગનું નિર્માણ કરી રહી છે. રાજનીતિ અને સત્તાનું સંકેત સૂર્ય આપની કુંડળીમાં ભાગ્ય ભાવમાં બળવાન થઇને પોતાના મિત્ર બુધની સાથે બેઠો છે. સૂર્યના પ્રભાવ વગર રાજનીતિમાં આપ લાંબી પારી નહીં રમી શકો. બુધ લગ્નેશ અને દશમેશ થઇને નવમ ભાવમાં સ્થિત છે. બુધવાણીનો કારક હોય છે, જે કારણે કિરણ બેદી પોતાની બેબાક અવાજના દમ પર વિરોધીઓને નિરુત્તર કરવામાં સક્ષમ છે. ઇમાનદારી અને ન્યાયનું પ્રતીક શનિ પંચમેશ અને ષષ્ઠેશ થઇને દ્વાદશ ભાવમાં બેઠો છે. શનિની સપ્તમ દ્રષ્ટિ વિરોધિયોના સંકેતક ભાવ ષષ્ઠમ પર પડી રહી છે. શનિની વક્ર દ્રષ્ટિના કારણે વિરોધીઓ આપની સામે લાંબુ ટકી નહીં શકે.

kiran bedi
દિલ્હીના મુખ્યમંત્રી બનશે કિરણ બેદી
વર્તમાનમાં આપની કુંડળીમાં સૂર્યની દશામાં બુધનું અંતર અને શનિનું પ્રત્યંતર 05 ફેબ્રુઆરી 2015થી 26 માર્ચ 2015 સુધી ચાલશે. આ દરમિયાન દિલ્હી વિધાનસભાની ચૂંટણી થવાની છે. સૂર્ય સત્તાનું કારક છે, બુધ પદ પ્રતિષ્ઠાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે અને શનિની મકર રાશિ જનતાના સંકેતક ભાવ પંચમ પર કબ્જો જમાઇને બેઠો છે. આ ત્રણેય ગ્રહોનું મજબૂત થઇને એક સાથે રહેવું એક પ્રબળ શુભ સંકેત છે. માટે કિરણ બેદીજી જનતાનો જોરદાર સપોર્ટ પ્રાપ્ત કરીને દિલ્હીની હવે પછીની મુખ્યમંત્રી બનશે.

English summary
BJP Leader Kiran Bedi is best Choice for Delhi CM Said Astrologer Pt Anuj K Shukla.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X