For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણામાં ભાજપ નેતાને કારમાં જીવતા સળગાવ્યા, મોત

તેલંગાણામાં ભારતીય જનતા પાર્ટીના નેતાના મોતના સમાચાર સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ તેલંગાણામાં ભારતીય જનતા પાર્ટીના નેતાના મોતના સમાચાર સામે આવ્યા છે. માહિતી મુજબ અમુક અજ્ઞાત વ્યક્તિઓએ ભાજપ નેતાને જીવતા સળગાવી દીધા ત્યારબાદ તેમનુ મોત થઈ ગયુ છે. આ ઘટના મેડક જિલ્લાની છે. આ મામલે પોલિસે કેસ નોંધી લીધો છે. મેડકના એસપી ચંદના દીપ્તિનુ કહેવુ છે કે ભાજપ નેતાને તેમની કારની અંદર અમુક લોકોએ આગને હવાલે કરી દીધા. અમને તેમનુ બળી ગયેલુ શબ કારની અંદર મળ્યુ છે. અમે આ બાબતે કેસ નોંધી લીધો છે અને તપાસ કરવામાં આવી રહી છે.

bjp

પોલિસે જણાવ્યુ કે ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને બિઝનેસમેન શ્રીનિવાસ પ્રસાદ મંગળવારે તેલંગાણાના મેડક જિલ્લામાં પોતાની સળગી ગયેલી કારની ડેક્કીમાં મૃત મળી આવ્યા. જિલ્લાના પોલિસ અધિક્ષક અનુસાર અમુક આરોપીઓએ દિવસના પ્રારંભિક કલાકમાં શ્રીનિવાસને તેમની કાર સાથે આગ લગાવી દીધા. આઈપીએસ ચંદના દીપ્તિએ કહ્યુ - આગની સૂચના મળ્યા બાદ અમે જોયુ કે શ્રીનિવાસનુ શબ કારની ડેક્કીમાં પડ્યુ હતુ. આરોપીઓએ શ્રીનિવાસને પોતાની કાર સહિત આગ લગાવી દીધી. પોલિસે જણાવ્યુ છે કે તપાસ હજુ ચાલુ છે માટે શબને પોસ્ટમૉર્ટમ માટે સ્થાનિક સરકારી હોસ્પિટલમાં મોકલી દીધુ છે. ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલિસ કેસની તપાસ વધુ સઘન બનાવી રહી છે.

તમને જણાવી દઈએ કે વેંકટૈયા શ્રીનિવાસ પ્રસાદ કર્ણાટકના એક રાજકીય નેતા છે. તે નંજનગુડ મત વિસ્તારનુ પ્રતિનિધિત્વ કરનાર કર્ણાટક વિધાનસભાના સભ્ય અને ચામરાજનગરથી લોકસભાના છ વાર સભ્ય હતા. તે મૂળ રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના હતા. બાદમં તે જનતા દળ યુનાઈટેડમાં શામેલ થઈ ગયા હતા. પછી તે કોંગ્રેસમાં પાછા જતા રહ્યા અને વર્ષ 2013માં નંજનગુડથી ધારાસભ્ય ચૂંટાયા. તેમણે ફરીથી પોતાની પાર્ટી બદલી દીધી અને 24 ડિસેમ્બર 2016ના રોજ અધિકૃત રીતે ભાજપ શામેલ થઈ ગયા. તેઓ 2013થી 2016 સુધી સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી કર્ણાટક સરકારમાં રાજસ્વ અને મુજરાઈ મંત્રી હતા. તે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી ભારત સરકાર 1999-2004માં જનતા દળ યુનાઈટેડના સભ્ય તરીકે ખાદ્ય અને ગ્રાહકોની બાબતોના મંત્રી પણ હતા.

English summary
BJP leader lost life as some unknown persons set ablaze him alive in Telangana Medak.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X